ENTERTAINMENT

લગ્નગ્રંથિથી જોડાયા રાઘવ-પરિણીતિ

આખરે બોલીવુડની સુંદર અને પ્રતિભાવાન અભિનેત્રી પરિણીતી ચોપરાએ AAPના હેન્ડસમ નેતા રાઘવ ચડ્ડા સાથે પ્રભુતામાં પગલા માંડી લીધા છે. બંનેના લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઇ ચુકી છે અને હવે રિસેપ્શન શરૂ થશે. કપલનું ડ્રીમ ડેસ્ટિનેશન વેડિંગ ઉદયપુરની શાનદાર હોટલ ‘ધ લીલા પેલેસ’માં યોજાયું હતું.
પરિણીતી-રાઘવના લગ્નમાં ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા પણ સામેલ થઇ હતી. સાનિયા તેની બહેન સાથે લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી. મલ્ટીકલર શિમરી શરારામાં તે અત્યંત સુંદર લાગતી હતી. જ્યારે સાનિયાની બહેને લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો. સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો પણ ઘણી વાઇરલ થઇ છે.

આ ઉપરાંત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ લગ્નમાં સામેલ થવા માટે આવી પહોંચ્યા હતા. તેમની સાથે AAP નેતા સંજયસિંહ પણ જોડાયા હતા.

ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તેમના સોશિયલ મીડિયા પર એક સ્ટોરીમાં ‘ધ લીલા પેલેસ’નો ફોટો મુક્યો હતો. મનીષે લાઇટ ગ્રીન કલરનો સિમ્પલ કુર્તો પહેર્યો હતો. જેને તેણે વ્હાઇટ બેલબોટમ પેન્ટ અને દુપટ્ટા સાથે મેચ કર્યું હતું. આખી હોટલને સફેદ રંગની વિવિધ રોશનીઓથી શણગારવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button