BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે સૌ પ્રથમવાર સ્વસ્તિક આર્ટ એકેડમીની પાંચ દિકરીઓનાં ચિત્રોનું કલા પ્રદર્શન યોજાયું

23 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ભારતની આઝાદીના ૭૫ માં વર્ષમાં પહોંચતા સમગ્ર ભારત જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે તે સંદર્ભે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક આર્ટ એકેડમીની ૧૩ વર્ષની પાંચ દિકરીઓએ ૭૫ દિવસમાં ૭૫ કલાત્મક ચિત્રો તૈયાર કર્યાં હતાં.જેમાં નિરાલી ભાણોતર,માધવી મેવાડા,હની સદરાસણિયા,નિધિ ચૌધરી,નિરાલી ચૌધરી આ પાંચ દિકરીઓએ તૈયાર કરેલ ૭૫ ચિત્રોનું છ દિવસીય કલા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.  પાલનપુરના પૂર્વ ધારાસભ્ય અને રાજય સરકારના પૂર્વ મંત્રી કાન્તિભાઇ કચોરિયાના વરદ હસ્તે આ કલા પ્રદર્શનનો મંગલ શુભારંભ કરવામાં આવ્યો હતો.આ કલા પ્રદર્શનને નિહાળવા જાણિતા ફિલ્મ કલાકાર કલ્પેશ રાજગોર, ચાઇલ્ડ એકટર નિયતી સુથાર સહિત પાલનપુરના અસંખ્ય કલાપ્રેમીઓ હાજર રહ્યાં હતાં. મંડળના ઉત્સાહી પ્રમુખ રમેશભાઇ પટેલ, સ્વસ્તિક આર્ટ એકેડમીના ચેરમેન રોહિતભાઇ ભૂટકા અને મંડળના તમામ સદસ્યોના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કલા પ્રદર્શનને સફળ બનાવવા સ્વસ્તિક આર્ટ એકેડમીના કો-ઓર્ડિનેટર નયન ચત્રારિયા,કલા શિક્ષકો પાર્થ જાદવ,મહેશ જાદવ,વિષ્ણુ વેણ અને મનિષાબેન સોંદરવાએ ભારે જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button