GUJARATJETPURRAJKOT

Jetpur: સ્કોલરશિપ માટે અરજી કરવાનું ઓનલાઈન પોર્ટલ બંધ હાલતમાં,જેતપુરમાં આગેવાનો દ્વારા આવેદન પત્ર આપ્યું.

તા.૨૯/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jetpur: રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિચરતી અને વિમુખ જાતિના વિદ્યાર્થીઓને ધો.10 પછી ડિપ્લોમા ઈજનેરીમાં અભ્યાસ માટે વાર્ષિક 50 હજારની મર્યાદામાં અપાતી સ્કોલરશિપ (શિષ્યવૃત્તિ) માટે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ બંધ હોવાથી વિદ્યાર્થીઓ હાલમાં અરજી કરી શકતા નથી. તેથી આ પોર્ટલ ફરીથી શરૂ કરવાની માગ સાથે આવેદન પત્ર આપ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા વિચરતિ જાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક ફી સહાય લાભ અપાય છે. ઓનલાઇન અરજી કરેલી હોય તે વિદ્યાર્થીઓમાંથી અભિયોગ્યતા કે પાત્રતા-લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે, પરંતુ આ યોજના હેઠળ સ્કોલરશિપ મેળવવા માટે અરજી કરવાનુ પોર્ટલ ઘણાં સમયથી બંધ હાલતમાં છે.

જેતપુરમાં આજે મામલતદાર કચેરી ખાતે વિચરતી વિમુખ જાતિના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપ્યું હતું જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વિચરતી વિમુક્ત જાતિની વિદ્યાર્થીઓને ફી સહાય ઓનલાઇન પોર્ટલ ઘણા સમયથી બંધ.ડિસેમ્બર માસના અંતમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અરજી માટે પૂરતો સમય ન મળેલ હોવાના કારણે સમગ્ર ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ અરજીથી વંચિત રહી ગયેલ અગમ્ય કારણોસર આજ દિન સુધી ઓનલાઇન પોર્ટલ બંધ છે.અનુ.જાતી વિભાગના વિદ્યાર્થીઓ માટે આ ઓનલાઇન પોર્ટલ આજે પણ ચાલુ છે

NTDNT જ્ઞાતિને BCK-325 યોજના હેઠળ અને OBC/PM-YASASVIયોજના હેઠળની અરજી માટેનું ઓનલાઇન પોર્ટલ બંધ કરવામાં આવેલ.વિકસતી જાતિના વિદ્યાર્થીઓ પોતાની ફી સહાયની અરજી કરી શકતા નથી આમ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે વિદ્યાર્થીઓનો દોષ ન હોવા છતાં તેઓ ટેકનિકલ કારણોસર અરજીથી વંચિત રહી ગયેલ NTDNT નાતિને BCK-325 યોજના હેઠળ અને OBC/PM-YASASVI યોજના હેઠળની અરજી કરવા માટે વિદ્યાર્થીઓને એક તક મળે તે હેતુથી NTDNT/PM-YASASVI ની અરજી માટેનું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવા વિકાસતી જાતીના આગેવાનો અને વિદ્યાર્થીઓની માંગ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button