HALOLPANCHMAHAL

હાલોલ તાલુકાના મોટી ઉભરવાન ગામે ખેડૂતના પુત્ર નું વીજ કરંટ લાગતા નીપજ્યું મોત.

તા.૩.ફેબ્રુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાના મોટી ઉભરવાન ગામે ખેતરમાં પાણી મુકવા માટે મોટર ચાલુ કરવા ગયેલા ખેડૂતના પુત્ર નું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ગામ ના ગૌચર ફળિયા માં રહેતા ખેડૂતના ખેતર માં ગત સાંજે પાણી મુકવા માટે ખેતીના વીજ જોડાણ ની લાઇન ના બોર્ડ ઉપર મોટર ની સ્વીચ ચાલુ કરવા ગયેલા ખેડૂત મોતીભાઈ રાઠવાના પુત્ર વિક્રમ રાઠવા ને અચાનક વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. પાવાગઢ પોલીસે યુવકના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલ લાવી પીએમ પ્રક્રિયા હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાનાં મોટી ઊભરવાન ગામના ગૌચર ફળિયા માં રહેતા મોતીભાઈ રાઠવા ના ખેતર માં પાણી મુકવાનું હોવાથી તેઓનો 26 વર્ષનો પુત્ર વિક્રમ રાઠવા પાણીની મોટર ચાલુ કરવા માટે ગયો હતો. મધ્ય ગુજરાત વીજ કંપની ના ખેતી ના વીજ જોડાણ ના મેઈન બોર્ડ ઉપર ની સ્વીચ ચાલુ કરવા જતાં વિક્રમ ને વીજ કરંટ લાગતા તે જમીન ઉપર પટકાયો હતો.ઘરે બેઠેલી તેની માતા રાયલીબેને આ દ્રશ્ય જોતા બુમાં બૂમ કરી હતી અને આજુ બાજુના લોકો દોડી આવ્યા હતા.વીજ કરંટ લાગતા વિક્રમ નાં હાથ અને અડધું શરીર કાળું પડી ગયું હતું.ગામ ના લોકોએ તત્કાલિત 108 નંબર ઉપર ફોન કરતા આવેલી એમ્બ્યુલન્સ ના તબીબે વિક્રમ ને મૃત જાહેર કરતા ખેડૂતના ઘરે રોકકળ મચી હતી. 26 વર્ષ નો વિક્રમ ના લગ્ન બે એક વર્ષ પહેલાં જ સવાપુરા ગામે થયા હતા. ગામલોકોએ પાવાગઢ પોલીસ મથકમાં જાણ કરતા મોડી સાંજે પોલિસ ઘટના સ્થળે પહોચી હતી અને વિક્રમ ના મૃતદેહ ને પીએમ માટે રાત્રે હાલોલ રેફરલ ખાતે લાવવામાં આવ્યો હતો અને પીએમ કરાવી તેના મૃતદેહ ને પરીવારને સોંપ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button