
રાજપીપળામાં રથ યાત્રા રૂટ ઉપર પોલીસની બોમ સ્કવોડ, ડોગ સકવોડ નું સઘન ચેકીંગ
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા ખાતે રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ દ્વારા રૂટ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી ઉપરાંત રાજપીપળા શહેરમાં રથયાત્રા રૂટ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં નર્મદા જિલ્લા પોલીસની ડોગ સ્કોડ અને બોમ સ્કોડની ટીમ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

રથ યાત્રા રૂટ ઉપર આવતા મકાનો દુકાનો સહિત ધાબા , ટેરેસ ગેલીરી નું પોલીસ દ્વારા નિરિક્ષણ કરાયું હતું ઉપરાંત અવરું બંધ પડેલા મકાનો નું પણ સઘન ચેકીંગ હાથ ધરાયું હતું રાજપીપળામાં રથ યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે દિશામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે જેમાં નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ટાઉન પોલીસ સહિત પોલીસ જોડાઈ હતી
બોક્ષ..
એમતો રાજપીપળા શહેરમાં ત્રીસ વર્ષથી સતત ભગવાન જગન્નાથજી ની રથ યાત્રા ધામધૂમથી નીકળે છે અહીંયા ક્યારેય પણ અનીચ્છનિય બનાવ બન્યો નથી અહીંયા તમામ ધર્મના તેહવારો હળી મળીને મનાવવામાં આવે છે ત્યારે આજ રીતે ધાર્મિક ભાવના અને ઉત્સાહથી રથ યાત્રા યોજાય તે દિશામાં પોલીસ અને પ્રજા પ્રયાસ કરી રહ્યા છે






