
તા.૪ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા લોકોને પોતાના રાશનનો જથ્થો અને તેના વિશેની અન્ય તમામ વિગતો આંગળીના ટેરવે મોબાઇલ પર મળી રહે તે માટે “માય રાશન” એપ્લિકેશન કાર્યરત છે, જેના થકી લાભાર્થી પોતાનો મોબાઈલ નંબર રેશનકાર્ડ સાથે સીડ કરાવી શકે છે. આ માટે લાભાર્થીનો મોબાઇલ નંબર તેમના આધાર કાર્ડ સાથે લિંક હોવો આવશ્યક છે.
આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર એપ્લિકેશનમાં ફીડ કરી રાશનકાર્ડ સાથે સીડ કરતા લાભાર્થીને પોતાના રાશનની મળવાપાત્ર જથ્થાની, વિતરણ વિષયક બાબતોની વિગતો પોતાના ફોન પર મળી શકશે. “માય રાશન” એપ્લિકેશન દ્વારા લાભાર્થી પોતાના રેશનકાર્ડની દરેક વિગત વિતરણ ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઇન રીસીપ્ટ વગેરે વિગતો ડિજિટલી મેળવી શકે છે. સાથે જ લાભાર્થી પુરવઠાને લગતી પોતાની ફરિયાદ માય રેશન મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમજ હેલ્પલાઇન નં. ૧૮૦૦-૨૩૩-૫૫૦૦, ૧૯૬૭,૧૪૪૪૫ પર નોંધાવી શકે છે.