
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૬.૧.૨૦૨૪
હાલોલ નગરમાં આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળામાં 75 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમની શરૂઆત સવારે 8:00 વાગ્યા ના સુમારે થઈ હતી.જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રોટરી ક્લબ ઓફ હાલોલ ના પ્રમુખ પ્રદીપભાઈ પરીખના વરદ હસ્તે 8:15 ના સુમારે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત મહેમાન નું સ્વાગત અં.માં. માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ.અંશી દલવાડી એ કર્યું હતું.ત્યારબાદ મહેમાન નો પરિચય શાળાની શિક્ષિકા સીમાબેન દીક્ષિત એ આપ્યો હતો.આ દિન નિમિત્તે મુખ્ય મહેમાને પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.જેમાં તેમને આપણા ભારતના ઇતિહાસ તેમજ દેશની આઝાદીની વાત કરીને દેશ માટે બલિદાન આપનાર શહીદોને પણ યાદ કર્યા હતા.ત્યારબાદ શાળાના શિક્ષક ઇશ્વરભાઇ ચૌહાણ એ મહેમાન ને સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું. આ દિન નિમિત્તે શાળાના આચાર્ય ડૉ .કલ્પનાબેન જોશીપુરા એ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.ત્યારબાદ ધોરણ 1 થી 4 અં. મા.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામના ગીત પર સુંદર નૃત્ય કરીને તથા શાળા નો વિદ્યાર્થી કુ.હર્ષ ચારણે શૌર્યગીત ગાઇને અને ગુ.મા.ધોરણ 5 થી 8 ની વિદ્યાર્થીઓ અને સંગીત શિક્ષક નિખિલભાઇ પંચાલ દ્વારા રામ આયેંગે ગીત ગાઇને પોતાની કૃતિ રજૂ કરવામાં આવી હતી.આ પ્રજાસત્તાક દિનના કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રત્યક્ષ નિહાળી શકે તે માટે શાળા તરફથી શાળાના ફેસબુક પેજ યુ ટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. અંતમાં ધોરણ 4 ગુ.માં માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કુમાર કેનિલ પંચાલ એ આભાર વિધિ વ્યક્ત કરી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા પ્રભાબેન પેશરાણા અને શાળાના પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.