શહેરા તાલુકાના ગુણેલી ગામેથી વિદેશી દારૂની બોટલો તથા કવાટરીયાઓ તથા બીયરના ટીન મળી કુલ નંગ-૩૩૯૬ કી.રૂ.૩,૫૯,૧૬૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરા.
શહેરા
નિલેશકુમાર દરજી શહેરા
પંચમહાલ ગોધરા રેન્જ, નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ નાઓએ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઇ એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઇડો કરવા સુચના કરેલ.જે સુચના અન્વયે ભુપેન્દ્રસિંહ નાથુસિંહ આ.પો.કો. એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અશ્વીનભાઇ બાબુભાઇ બારીઆ રહે.આંટાના મુવાડા તા.લુણાવાડા જી.મહિસાગર નાઓએ ગુણેલી ગામે બાપુજી ફળીયા તા.શહેરા ના રહીશ પ્રવિણભાઇ સુરેન્દ્રભાઇ બારીઆ નાઓના ઘરે ભારતીય બનાવટનો
વિદેશી દારુ લાવી મંગાવી સંતાડી રાખેલ છે. તેવી મળેલ બાતમી આધારે એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે ગુણેલી રહેતા પ્રવિણભાઇ સુરેન્દ્રભાઇ બારીઆ નાઓના ઘરે રેઇડ કરતા તેના ઘરેથી નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે.કબજે કરેલ મુદ્દામાલઃ-
(૧) રોયલ બ્લુય મલ્ટ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૨૭૮૪ કિ.રૂ.૨,૭૮,૪૦૦/-
(૨) કીંગ ફીસર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર ટીન નંગ-૭૨ કિ.રૂ.૮૬૪૦/-
(૩) રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કીની બોટલો નંગ- ૧૨ કિ.રૂ. ૮૨૮૦/-
(૪) રોયલ સ્ટેગ ડીલક્ષ વ્હીસ્કીના કવાટરીયા નંગ- ૯૬ કિ.રૂ. ૧૬,૩૨૦/-
(૫) ઓફિસર્સ ચોઇસના કવારટીયા નંગ-૪૩૨ કિં.રૂ.૪૭,૫૨૦/-
પકડાયેલ આરોપીનુ નામ-
પ્રવિણભાઇ સુરેન્દ્રસિંહ બારીઆ રહે.ગુણેલી બાપુજી ફળીયું તા.શહેરા જી.પંચમહાલ
સહ આરોપીનુ નામ-
અશ્વીનભાઇ બાબુભાઇ બારીઆ રહે.આંટાના મુવાડા તા.લુણાવાડા જી.મહિસાગર
ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શહેરા પોલીસ
સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ
છે.
કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારી:-
(૧) ઘનશ્યામભાઇ પુંજાભાઇ એ.એસ.આઇ. એલ.સી.બી. ગોધરા.
(૨) ભુપેન્દ્રસિહ નાથુસિંહ આ.પો.કો. એલ.સી.બી. ગોધરા.
(૩) વિજયસિંહ છત્રસિંહ આ.પો.કો. એલ.સી.બી. ગોધરા.