NANDODNARMADA

માર્ચ એન્ડિંગ : રાજપીપળા પાલિકા દ્વારા એકજ દિવસમાં રૂ. ૧.૭૫ લાખ વેરો વસુલાયો

માર્ચ એન્ડિંગ : રાજપીપળા પાલિકા દ્વારા એકજ દિવસમાં રૂ. ૧.૭૫ લાખ વેરો વસુલાયો

બાકી પડતાં વેરાના નાણાં નહિ ભરપાઈ કરતા ત્રણના નળ કનેકશન કપાયા

રાજપીપળા: જુનેદ ખત્રી

વીજ કંપની બાદ હવે રાજપીપળા નગરપાલિકા દ્વારા બાકી પડતાં વેરાની ઉઘરાણી શરૂ કરાઇ છે આજે પાલિકાની ટીમ દ્વારા રાજપીપળા શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી પડતાં વેરા વસૂલાત કરવાની કામગીરી કરાઇ હતી જેમાં રૂ. ૧.૭૦ લાખની વેરા વસૂલી કરવામાં આવી હતી ઉપરાંત ત્રણ નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે ત્યારે લોકોમાં ફફડાટ ફેલાયો છે

રાજપીપલા પાલિકામાં બાકી પડતાં વેરાની રકમ વસૂલવાની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે વેરો નહિ ભરનાર લોકો સામે પાલિકા દ્વારા લાલા આંખ કરવામાં આવી રહી છે અને તેઓના નળ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે આજે રાજપીપળા શહેરના દેશમુખ ફળિયા ભાડવાડા ગોપચન ટેકરા સહિત અનેક વિસ્તારમાં વેરા ઉઘરાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button