
રાજપીપલા નાગપાલિકાનું વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૨૪ કરોડના પુરાંત વાળુ બજેટ સર્વાનુમત્તે મંજુર
પ્રજાના માથે કોઈ નવો વેરો નખાયો નહિ જેથી વિકાસ લક્ષી બજેટ કહી શકાય
બોક્ષ
રાજપીપળા નગરપાલીકા દ્વારા ૦૮ કરોડના ખર્ચે જીલ્લા કક્ષાનું અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવાશે : ગમે ત્યાં ગાડીઓ બાઈકો પાર્કિંગ કરી નોકરીએ જતા લોકોને હવે પાર્કિંગ ટેક્સ આપવો પડશે : પથરા લારી ગલ્લાનું ભાડું યથાવત : પણ ઉઘરાણી માટે કોન્ટ્રાકટ અપાશે
રાજપીપળા: જુનેદ ખત્રી
રાજપીપળા નગરપાલીકા સભાખંડમાં પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલની અધ્યક્ષતામાં બજેટ લક્ષી સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયા, પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા, ઉપ પ્રમુખ કારોબારી સભ્ય સહીત પાલિકાના ચૂંટાયેલાં સભ્યો સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજપીપલા પાલીકા સભાખંડમાં મળેલી બોર્ડ મિટિંગમાં વર્ષ 2023- 24 માટે 91 કરોડની અંદાજીત આવક અને 67 કરોડનાં અંદાજીત ખર્ચ સાથે 24 કરોડના પુરાંત વાળુ બજેટ સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યું હતું.
આ સામાન્ય સભામાં રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલે જણાવ્યું હતું કે આગામી સમયમાં રાજપીપળા નગરપાલીકા દ્વારા 7 થી 8 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું જીલ્લા કક્ષાનુ ફાયર સ્ટેશન બનાવાશે.રાજપીપળા ગાર્ડનમાં આડેધડ વાહન પાર્કિંગ મુદ્દે જણાવ્યું હતું કે જે લોકો પોતાના વાહનો ગાર્ડન અને કોમ્પલેક્ષમાં પાર્ક કરી નોકરી માટે અથવા અન્ય કામો માટે જતાં રહે છે એમણે હવે પાલીકાને પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે, 12 કલાક માટે 2 વ્હીલના 10 રૂપિયા અને 4 વ્હીલના 20 રૂપિયા ચુકવવા પડશે.જે લોકો ગાર્ડનમાં ફરવા અને સવારે સાંજે વોકિંગ માટે આવે છે એમને વાહન પાર્કિંગનો કોઈ ચાર્જ આપવો પડશે નહિ.
આ સભામાં પાલિકાના ચુંટાયેલા સભ્યો સાથે કર્મચારીઓ યોગ્ય વર્તન ન કરતા હોવાનો મુદ્દો ભાજપના સભ્ય ગિરિરાજસિંહ ખેરે ઉઠાવતા સભ્યો સાથે કર્મચારીઓ યોગ્ય વર્તન કરે એવી સુચના આપવા પ્રમુખ કુલદીપસિંહ મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાને જણાવ્યું હતું. આ સાથે સરકારે નવા બી.પી.એલ કાર્ડ કાઢવાના બંધ કર્યાં છે, જેથી સરકારી સહાય મેળવવા માટે ઘણા લોકો વંચિત રહી જાય છે.એટલે સરકારી સહાય મેળવવા જેની પાસે બી.પી.એલ કાર્ડ ન હોય એવા લોકો માટે અન્ય ડોક્યુમેન્ટ વેલિડ રાખવા માટે પાલિકા એક ઠરાવ કરી સરકારમાં રજુઆત પણ કરશે.રોજમદારોના જી.પી.એફ, ગ્રેજ્યુઈટી, વિમાના નાણાં યોગ્ય સમયે મળે અને સફાઈ કર્મીઓની ભરતી થઈ હોવા છતાં એમને આજદીન સુધી કોલ લેટર મળ્યો ન હોવાનો મુદ્દો પાલિકાના ભાજપના સભ્ય પ્રજ્ઞેશ રામીએ ઉઠાવતા એ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલે ખાતરી આપી હતી.
બોક્ષ : કોઈ વેરો વધ્યો નથી
રાજપીપળા નગરપાલીકા દ્વારાબજેટ સત્રમાં એક નવી વેરો એડ કરવામાં આવનાર છે જેની માત્ર ચર્ચા કરી હજુ નિર્ણય વિચારણા હેઠળ છે કે ગમે ત્યાં દુકાનોની શોપિંગસેન્ટરો સામે ગાડીઓ બાઈકો પાર્કિંગ કરી કેલાક લોકો આજુંઆબાજુના ગામોમાં નોકરીએ જતા રહે છે અને સાંજે મોડા સુધી આ વાહનો દુકાનો સામે પડી રહે છે અને અડચણ રૂપ બને છે ત્યારે આવા લોકોને હવે પાર્કિંગ ટેક્સ આપવો પડશે 20 થી 30 રૂપિયા જેવો રોજનું ભાડું પાલિકા વસૂલશે, આ સાથે પથરા લારી ગલ્લાનું ભાડું માં કોઈ વધારો નહિ કરી ને યથાવત રાખવામાં આવ્યો છે. પરંતુ બજેટ સત્ર માં આ ઉઘરાણી માટે કોન્ટ્રાકટ અપાશે અને જેતે કોન્ટ્રાકટ કંપની ઉઘરાણી કરી પાલિકા માં રૂપિયા જમા કરાવશે, સાથે ભૂગર્ભ ગટરલાઇન ના જે જોડાણ પાલિકા દ્વારા કરી આપવાનું પાલિકા પ્રમુખ કુલદિપસિંહે જે વચન નગરજનો ને આપ્યું હતું જે મુજબ રાજ્ય સરકાર માં રજુઆત કરી દરખાસ્ત કરતા રાજ્ય સરકારે રૂપિયા મંજુર કરી દીધા છે. હવે ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સીને કામગીરી સોંપાશે. નવા 2023-24 ના વેરા ભરવાની પણ હવે કામગીરી કરવાની હોય પાલિકા પ્રમુખે જાહેરાત કરી છે કે જે વેરો વહેલા તે પહેલાની રીતે ઝડપથી વેરો ભરી જશે તેને ડસ્ટબીન આપવામાં આવશે.






