
વાત્સલ્યમ સમાચાર
એકતા નગર
અનીશ ખાન બલુચી
એકતાનગર ખાતે જી-૨૦ અંતર્ગત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સાયકલ રેલી યોજાઈ

એકતા દ્વારથી નીકળી પરેડ ગ્રાઉન્ડ સુધી પહોંચેલી સાયકલ રેલીમાં ૬૦૦થી વધુ સાયક્લિસ્ટ જોડાયા

રાજપીપલા, રવિવાર :- ચાલુ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત દેશ જી-૨૦નું યજમાનપદ ભોગવી રહ્યું છે ત્યારે દેશભરમાં તે અનુસંધાને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ આ અંગેનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત નર્મદા જિલ્લા પોલીસવડા શ્રી પ્રશાંત સુંબેની રાહબરીમાં પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકો અને યુવાનો જી-૨૦ સાથે અર્થપૂર્ણ રીતે જોડાય, જાગૃતતા કેળવાય તેવા શુભ આશય સાથે આજે રવિવારના રોજ સવારે ૮=૦૦ કલાકે એકતાનગર ખાતે “સાયકલ રેલી”યોજાઈ હતી.
આ સાયકલ રેલી એકતા દ્વારથી એકતા પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, જી.આર.ડી. સભ્યો, હોમગાર્ડ, એન.સી.સી. કેડેટ સભ્યો શાળા કોલેજોના વિદ્યાર્થીઓ મળી અંદાજે ૬૦૦ જેટલા સાયક્લિસ્ટ સામેલ થયા હતા.






