NANDODNARMADA

રાજપીપલા એસટી ડેપોના નવા લગાવેલા પેવરબ્લોકની તકલાદી કામગીરી માટે જવાબદાર કોણ ??

રાજપીપલા એસટી ડેપોના નવા લગાવેલા પેવરબ્લોકની તકલાદી કામગીરી માટે જવાબદાર કોણ ??

સરકાર પ્રજાની સુખાકારી માટે પૈસા ખર્ચ કરે છે પણ તકલાદી કામ અને ભ્રષ્ટાચારના કારણે ખરા અર્થમાં હેતુ સાર્થક થતો નથી

રાજપીપલા : જુનેદ ખત્રી

રાજપીપળા એસટી ડેપો માં થોડા દિવસ અગાઉ પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા ત્યારે થોડાક જ દિવસમાં પેવર બ્લોક ઉખડી જતા કામગીરી સામે પ્રશ્ન ઉભો થયો છે એક તરફ સરકાર પ્રજાની સુખાકારી માટે કરોડો રૂપિયા ઠાલવે છે પરંતુ તકલાદી કામ અને ભ્રષ્ટાચાર ના કારણે પ્રજાની સુખાકારીનો હેતુ સિદ્ધ થતો નથી અને પૈસાનો ઉપયોગ સુવ્યવસ્થિત નહીં થતા અંતે તકલાદીકામનું ભારણ પ્રજાને જ વેઠવાનો વારો આવે છે

લાખો રૂપિયાના ખર્ચે નખાયેલા પેવર બ્લોક થોડાક જ દિવસોમાં ઉખડી જતા તકલાદી કામગીરી કરાઈ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે આવી કામગીરી પાછળ કોણ જવાબદાર છે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે

અગાઉ રાજપીપળા ડેપોનું નવીનીકરણ બનયા બાદ પ્લેટફોર્મ ઉપરના પથ્થર ઉખડી જવા અને પાઇપો નીકળી જવાની ઘટના પણ સામે આવી હતી ત્યારે આવા તકલાદી કામ માટે જવાબદર સામે યોગ્ય પગલાં લેવાય તેવી લોક માંગ ઉઠી છે

[wptube id="1252022"]
Back to top button