
રાજપીપળા નજીક ટ્રાવેલરને થયેલ અકસ્માતમાં સુરતના NRI પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
રોડ ઉપર ઊભેલી ટ્રક સાથે ટેમ્પો ટ્રાવેલર ધડાકાભેર અથડાતા માથામાં ગંભીર ઈજાઓના કારણે એક યુવાનનું મોત નિપજ્યું અન્યોને ઈજાઓ
બોક્ષ મેટર
અકસ્માતમાં મરણજનાર યુવાન ચિત્રાંગ દેસાઈ બે દિવસ અગાઉ અમેરિકાથી વતન સુરત આવ્યો હતો અકસ્માતમાં યુવાન નું મૃત્યુ થતાં પરિવાર શોકમય
રાજપીપળા: જુનેદ ખત્રી
રાજપીપલા કરજણ પુલ પાસે ઉભેલી ટ્રક સાથે ટેમ્પો ટ્રાવેલર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત માં ટ્રાવેલર માં સવાર યાત્રીઓને ઈજાઓ થઈ હતી અને એક યુવાનનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું છે
પ્રાપ્ત માહિતી મુજબ સુરતથી NRI પરીવાર મિત્ર વર્તુળ સાથે ટ્રાવેલર ગાડી GJ 27 X 8800 માં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ રહ્યો હતો ત્યારે રાજપીપળા નજીક કરજણ નદીના પુલ પાસે રસ્તા ઉપર બંધ ઉભી રહેલી ટ્રક MH 18 BG 4267 સાથે ટ્રાવેલર અથડાતા ગંભીર અકસ્માત થયો હતો ઘટના બાદ સ્થાનિક લોકો, તેમજ પોલીસે ઘાયલોને 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલ પોહચડ્યા હતા ઉપરાંત યુવાન ચીત્રાંગ દેસાઈને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે ફરીયાદી કુમાર ઇન્દ્રવદન દેસાઈ પત્ની સાથે અમેરિકાથી થોડા દિવસ અગાઉ સુરત વતન આવ્યા હતા તેમનો એકનો એક દીકરો ચિત્રાંગ પણ અમેરિકા રહેતો હતો જે બે દિવસ અગાઉ વતન સુરત આવ્યો હતો ત્યારે NRI પરિવાર અને મિત્રોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવાનો પ્લાન બનાવ્યો પરિવાર રાજાના દિવસે ઉત્સાહ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ રહ્યો હતો ત્યારે ગોઝારા અકસ્માતમાં એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે






