
તા.૦૧.૧૨.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોફ
Dahod:દાહોદ માં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી
આજ રોજ ૧ લી ડીસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર ધ્વારા સંચાલિત ટી.આઈ. પ્રોજેકટ અને એસ.આર. કડકીયા સ્કુલ ઓફ નર્સિંગ ના સંયુકત ઉપક્રમે અર્બન હોસ્પિટલ, રળિયાતી દાહોદ ખાતે નગરપાલિકા પ્રમુખ નિરજભાઈ (ગોપી) દેસાઈ, ઉપપ્રમુખ શ્રધ્ધા ભડંગ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવત,જિલ્લા ટીબી /એચ.આઈ.વી. અધિકારીશ્રી ડૉ.આર.ડી.પહાડિયા એ રેલી ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.તેમજ સંસ્થાના પ્રમુખ સંદીપશેઠ, પ્રોજેકટ ડાયરેકટર નિરેનભાઈ શાહ અને નર્સિંગ સ્કુલ ના પ્રિન્સીપાલ ડૉ. કે.એલ.લતા તથા ડીસ્ટ્રીકટ એઈડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ નો સમગ્ર સ્ટાફ, ટી.આઈ. નો સમગ્ર સ્ટાફ, આઈ.સી.ટી.સી.ના કાઉન્સેલરઓ લેપ્રસી ના મેડીકલ ઓફિસર, વિહાન પ્રોજેકટ નો સ્ટાફ તથા નર્સિંગ સ્કુલના વિધાર્થીઓ તેમજ તમામ સ્ટાફે રેલીમાં ભાગ લીધો.આ મહારેલી ધ્વારા દાહોદ ના વિવિધ માર્ગો પર એચ.આઈ.વી એઈડ્સની લોક જાગૃતિ વિષયક સૂત્રોચાર સાથે પસાર કરવામાં આવી અને ભગિની સમાજ ખાતે ડૉ.એન.એસ.હાડા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રી તથા ડૉ.આર.ડી. પહાડિયા જિલ્લા ક્ષય અધિકારી ધ્વારા વિશ્વ એઈડ્સ દિવસ ઉજવણી વિશે માહિતી આપી રેલીનું સમાપન કરવામાં આવ્યું. સમાપન નિમિતે અન્ય ઉપસ્થિત મહેમાનગણ માં ભગિની સમાજના પ્રમુખ હેમાબેન શેઠ, પત્રકાર હિમાંશુભાઈ નાગર, આરોગ્યશાખા ના ડી.એફ.ઓ. પિકંલબેન નું સ્વાગત કરવામાં આવ્યું
તદઉપરાંત જિલ્લા પંચાયત ખાતે માન.જિલ્લા વિકાસ અધિકારી (IAS) ઉત્સવ ગૌતમ સાહેબના માર્ગદશન હેઠળ એચ.આઈ.વી./ એઈડ્સ રંગોલી ધ્વારા જનજાગૃતિ નો મેસેજ આપવામાં આવ્યો તથા જિલ્લા પંચાયતના તમામ સ્ટાફશ્રીઓ એ રેડરિબિન ધ્વારા એચ.આઈ.વી/એઈડ્સ વિષયક જનજાગૃતિ કરવામાં આવી
આ વર્ષે WHO ની ૨૦૨૩ ની થીમ ‘ દરેક સમુદાય એચ.આઈ.વી./ એઈડ્સ ના નાબુદી માટે નેતૃત્વ લે” પર વિવિધ કાર્યક્રમો જેવાકે દાહોદ,ઝાલોદ બસ સ્ટેશન પર પોસ્ટર પ્રદર્શન અને એચ.આઈ.વી ટેસ્ટીંગ તથા અર્બન હોસ્પિટલ ખાતે કેડલ માર્ચ, અભિગમ એન.જી.ઓ ના દાતાશ્રી ધ્વારા જરૂરિયાતમંદોને દાન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા તથા દાહોદ જિલ્લાની તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર,પ્રા.આ.કેન્દ્ર વેજલાવ, નઢેલાવ, જાંબુઆ, આગાસવાણી, જેસાવાડા ખાતે રેલી તથા હાટ બજારમાં પ્રચાર પ્રસાર તથા પોસ્ટર પ્રદર્શન ધ્વારા એચ.આઈ.વી /એઈડ્સ વિષયક જનજાગૃતિ કરવામાં આવી.