નસવાડી શિવનગર સોસાયટી પાસે ગટર ચોકઅપ થઈ જતાં ગટરનું દુષિત પાણી રસ્તા ઉપર ફળી વળતા રોગચાળો ફાટી નીકળવાનો ભય

મૂકેશ પરમાર, નસવાડી
નસવાડી થી કલેડીયા ચોકડી જવાના રસ્તા ઉપર શિવનગર સોસાયટી આવેલી છે જયા રોડની બાજુમાં ગટર પસાર થાય છે જે ગટર લાઈન માં કચરો ભરાઈ જતા ગટર ચોકઅપ થઇ ગઇ છે જેનાથી ગટરનું દુષિત પાણી રોડ ઉપર ઉભરાય રહ્યું છે વાહન ચાલકો રોડ ઉપરથી વાહન લઇને પસાર થતી વખતે રાહદારીઓ ઉપર ગટર નાં ગંદા પાણીની છાંટા ઉડે છે જયારે ગટરનું દુષિત પાણી સ્થાનિક લોકોના ઘરોની આગળ ફળી વરતા રોગચાળો ફાટી નીકળવાનો ભય વધ્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે જયારે આ ઉભરાતી ગટર નજીક એક મંદિર આવેલું છે જેથી આ રોડ ઉપરથી શ્રદ્ધાળુ પસાર થાય છે ત્યારે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જયારે ગટરના દુષિત પાણીની દૂર ગંધ ફેલાતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નસવાડી ગ્રામ પંચાયતના સત્તધીશોને આ ગટર સાફ સફાઈ માટે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો કરી છે છતાંય આ પ્રશ્ન નો નિકાલ ના થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે નસવાડીના વહીવટદાર આ બાબતે ધ્યાન આપી ગટર સાફ સફાઈ કરાવે તેવી માગ ઉઠી છે