DAHODGUJARAT

દેવગઢ બારીયા ખાતે માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ હતી

તા. ૨૯. ૦૫. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Devgadhbariya:પ્રાથમિક મોડેલ એડોલેસન ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિક અને અર્બન હેલ્થ સેન્ટર તાલુકા દેવગઢ બારીયા ખાતે માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ હતી

 

દાહોદ : વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ દરમિયાન રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવ તેમજ ડૉ.કલ્પેશ બારીયા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક મોડેલ એડોલેસન ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિક અને અર્બન હેલ્થ સેન્ટર તાલુકા દેવગઢ બારીયા ખાતે ડૉ. હાર્દિક વ્યાસ આયુષ મેડિકલ ઓફિસર તેમજ તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમ્યાન મેડિકલ ઓફિસર દ્વારા કિશોરીઓને માસિક દરમિયાન કેવી સ્વચ્છતા રાખવાની છે તેમજ ખોટી માન્યતાઓ સામે સાચી માહિતી આપી કિશોરીઓને માસિક દરમિયાન ચોખાઈ રાખવા બાબત વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. માસિક દરમિયાનની સ્વચ્છતાની રમત સાપ-સીડી દ્વારા સમજૂતી આપવામાં આવી તેમજ કિશોરીઓને મોડેલ એ. એ. એફ. એચ.એચ.સી. ની સેવાઓ અને કાઉન્સિલિંગ સેવાઓ વિશે માહિતી પણ આપવામાં આવી હતી. એડોલેશન હેલ્થ કાઉન્સેલર દ્વારા આર. કે. એસ. કે. પ્રોગ્રામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એડોલેશન ક્લિનિકની સેવાઓની તમામ માહિતી આપવામાં આવી હતી એ ઉપરાંત કિશોરીઓ અને પિયર એજ્યુકેટરે પીએચસીના એડોલેશન ક્લિનિક ની વિઝીટ લીધી હતી આ કાર્યક્રમ નિમિતે અર્બન આશાબેન, એફ.એચ ડબલ્યુ.બહેનો તેમજ પિયર એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button