GUJARATNAVSARI

નવસારી:ગુજરાત મહેસુલ પંચ દ્વારા સુનાવણી કાર્યક્રમ તારીખમાં ફેરફાર કરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લા નાયબ કલેકટર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પક્ષકારો તથા વકીલશ્રીઓને જણાવવામાં આવે છે કે, ગુજરાત મહેસુલ પંચ અમદાવાદની કચેરીએથી ચાલુ માસમાં સુરત કેમ્પમાં સુનાવણી તા.૨૪/૦૮/૨૦૨૩ થી તા.૨૫/૦૮/૨૦૨૩ રોજ રાખવામાં આવી હતી. જે અનિવાર્ય સંજોગોના કારણે મુલત્વી રાખવામાં આવી છે.

જે અન્વયે તા.૨૪/૦૮/૨૦૨૩ ના કેસોની સુનાવણી તા.૨૬/૧૦/૨૦૨૩, તા.૨૫/૦૮/૨૦૨૩ ના કેસોની સુનાવણી તા.૨૭/૧૦/૨૦૨૩ તેમજ તા.૨૧/૦૯/૨૦૨૩ ના કેસોની સુનાવણી તા.૨૩/૧૧/૨૦૨૩, તા.૨૨/૦૯/૨૦૨૩ ના કેસોની સુનાવણી તા.૨૪/૧૧/૨૦૨૩ ના રોજ ગુજરાત મહેસુલ પંચ, સુરતી સીટીંગ, જિલ્લા સેવા સદન, નવી કલેકટર કચેરી, એ બ્લોક, પહેલો માળ, અઠવાલાઇન્સ, સુરત ખાતે રાખવામાં આવી છે. ત

[wptube id="1252022"]
Back to top button