
સેલંબા : ફરિયાદી અને બાળકી ઉપર કટર વડે થયેલ હુમલામાં મોટો ખુલાસો
પોતાના ઉપર હત્યા કરવાનો ધમકી ભર્યો ફોન અને હુમલો કરવાનો સમગ્ર ષડયંત્ર વસીમ શેખે જાતેજ રચ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જીલ્લામાં સાગબારા પો.સ્ટે. વિસ્તારના સેલંબા ટાઉન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવેલ શોર્ય જાગરણ યાત્રા દરમ્યાન હિન્દુ-મુસ્લીમ સામ-સામે આવતા ઘર્ષણ થયું હતું જોકે પોલીસે એક્શન લઇ પરિસ્થિતી ઉપર કાબુ મેળવ્યો હતો
આ દરમ્યાન સેલંબા ટાઉન વિસ્તારના મહંમદ વસિમ સલીમ શેખના ભાઇ સાજીદની દુકાનમાં મુકેલ સામાનને સેલંબાના આશરે વીસ થી પચ્ચીસ માણસોના ટોળાએ આગ લગાડી નુકશાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તા.૦૨/૧૦/૨૦૨૩ના રોજ બપોરના બે થી અઢી વાગ્યાના અરસામા વોટસએપ કોલ થી કોઇ અજાણ્યા નંબર થી ફોન આવેલ અને જણાવેલ કે, સાગબારા પોલીસ સ્ટેશનમા જે ૨૧ માણસો વિરૂધ્ધ અરજી આપેલ છે, તે માણસોના નામ કઢાવી નાખજે નહીંતો જાનથી મારી નાખવાની ધમકી આપેલી આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી
દરમ્યાન સેન્ટ સ્ટીફન ઇંગ્લીસ મિડીયમ સ્કુલ તરફ જવાના રોડ પાસે બે બુકાનીધારી મોટર સાયકલ સવારોએ આ ફરિયાદી વસીમને રોકી રેડીયમ કટરથી તેને અને તેની પુત્રીને શરીરે ધા કરી ઇજા પહોંચાડી હોવાની બનાવ સંદર્ભે વસીમે પોલીસને ફોન કરતા થોડી જ વારમા પોલીસની ગાડી આવી જતા તેમા બેસી તેની દિકરી સાથે સામુહીક આરોગ્ય કેંદ્ર સાગબારા ખાતે આવી સારવાર કરાવી હતી આ સંદર્ભે સાગબારા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી
સમગ્ર મામલે નર્મદા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી , ધમકી ભર્યા ફોન અને કટર વડે કરેલ હુમલામાં ખુદ ફરિયાદી વસિમની ભૂમિકા સામે આવી હતી ત્યારબાદ પોલીસે વસીમ, તેમજ મુંબઈ રહેતા સહ આરોપી નદીમ અમિન શેખ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે
બોક્ષ
બાળકીની મહિલા પોલીસે પૂછપરછ કરતા હકીકત સામે આવી
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ પત્રકાર પરિષદ કરી હતી અને જણાવ્યું હતું કે સમગ્ર મામલે મહિલા પોલીસ દ્વારા બાળકીની માતાને સાથે રાખી બાળકીને પૂછપરછ કરવામાં આવી હતી તેમજ ધમકી ભર્યો ફોન જે નંબર ઉપરથી આવ્યો હતો તેને સર્વેલન્સ કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે હજુ પણ કોઈ આ ગુનામાં સંડોવાયેલ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે