GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:”મોરબીમાં પ્રાકૃતિક ખેતી શિબિર” યોજાશે

MORBI:”મોરબીમાં પ્રાકૃતિક ખેતી શિબિર” યોજાશે

આપણે સૌ જાણીએ છીએ કે હાલની પરિસ્થિતિમાં ઝેરી અનાજ, શાકભાજી, ફળ આદિ ખાવાથી ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઇ રહેલ છે. આ બાબતને ગંભીરતાથી લઇને આપણા વડાપ્રધાન તથા રાજ્યપાલ પણ ચિંતિત છે. અને આ સમસ્યાના નિરાકરણ માટે પ્રાકૃતિક ખેતી માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે.


પ્રાકૃતિક ખેતી આપણા સ્વાસ્થ્ય માટે તો જરૂરી છે જ સાથે સાથે જમીન, ગૌમાતા, ખેડૂત, ગામડું અને પર્યાવરણ ની રક્ષા માટે પણ અનિવાર્ય છે.
મોરબી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા તથા આવી ખેતી કરતા લોકોને પ્રોત્સાહન આપવા તથા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રાકૃતિક ખેતી વિષયક શિબિરનું આયોજન જરૂરી છે.
આગામી તારીખ ૨૧/૩/૨૦૨૪ ને ગુરુવારના રોજ મધૂરમ ફાઉન્ડેશન, મોરબી દ્વારા કૃષિવિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી માટેની શિબિરનું આયોજન કરેલ છે. આ શિબિરમાં પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા લોકો ભાગ લઇ શકશે. સવારે ૯ વાગ્યાથી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધીનું આયોજન છે. બપોરે જમવાની વ્યવસ્થા રાખેલ છે. રજિસ્ટ્રેશન માટે ૯૪૨૬૨૩૨૪૦૦ પર ફોન કે વોટસએપ દ્વારા જાણ કરવી.
શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે અંદાજીત ૬૦થી ૭૦ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવશે. નિષ્ણાંતો દ્વારા નિશુલ્ક માર્ગદર્શન તથા સાહિત્ય આપવામાં આવશે. આત્મા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ, નિષ્ણાંતો, પ્રાકૃતિક ખેતીના સંયોજક તથા પર્યાવરણ નિષ્ણાંતો માર્ગદર્શન આપશે. હાજર ખેડૂતોને મધૂરમ ફાઉન્ડેશન તરફથી દશ પ્રકારના દેશી શાકભાજીનું બિયારણ પણ ફ્રી આપવામાં આવશે આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના અનુભવો જાણવામાં આવશે. સ્થળ પર પ્રાકૃતિક કૃષિ તથા અન્ય ઓર્ગેનિક ઉત્પાદનના વેચાણની વ્યવસ્થા પણ કરવાનું આયોજન છે.રસ ધરાવતા ખેડૂતોને આ શિબિરમાં પધારવા નામ નોંધાવવા ખાસ નિમંત્રણ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button