KUTCHMANDAVI

મસ્કા ગ્રામ પંચાયત દ્વારા શિક્ષણ નું વાવેતર સ્પર્ધાત્મક પરીક્ષા માટે ક્લાસિસ શરૂ કરાયા.

૧૬-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના મસ્કા ગ્રામપંચાયત દ્વારા “શિક્ષણ નું વાવેતર” અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રેગ્યુલર ક્લાસિસ ની શરૂવાત ગામના જ નવયુવાન ડોક્ટરશ્રીઓ તેમજ એન્જીનિયરશ્રીઓ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ક્લાસિસ ની શુભ શરુઆત સારસ્વતમ હાઇસ્કુલ મસ્કા ખાતે કરાઈ હતી,આ પ્રસંગે ડો.મનોજ માકાણી ડો.નિરવ નાથાણી ડો.જેશિકાબેન પટેલ એન્જિનિયર ધારાબેન જોશી જુગલ મોતા નિમિત્ત નાથાણી હેમાંગ મોતા રિદ્ધિ બેન સચદે સંજય મોતા અંકિત મોતા પારસ વ્યાસ આચાર્ય શ્રી મયુરભાઈ રાવલ ઉપાથીત રહ્યા હતા હિરેન સાહેબ મોતા અને પારસભાઈ બોડા ના માર્ગદર્શન માં આ ક્લાસિસ ચાલી રહ્યા છે પોઝિટિવ સંસ્થા ના ગુજરાત રાજ્ય ના ગોલ્ડ મેડાલીસ નિધિબેન શાહ અને કરણ સર (પોઝિટિવ ઈંડિયા) સેવા આપી રહ્યા છે તેમજ વિષય મુજબ એક્સપર્ટ ફેકલ્ટી સેવા આપશે.માંડવી તેમજ આજુ બાજુ ના ગામો માંથી દરેક સમાજ ના 50 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો લાભ લઈ રહ્યા છે વધુ માં કીર્તિભાઈ ગોર જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ની યોજના નો લાભ અપાવી વિદ્યાર્થીઓ ને નિશુલ્ક આ ક્લાસિસ કરવા માં આવશે સાથે વધુ યુવાન ભાઈ બહેનો જોડાઈ પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવી માતા પિતાનો પરિવાર નો નામ રોશન કરે અન્ય આપણા ગામો ની આપણા વિસ્તાર ની સેવા કરે એવા ઉમદા ભાવ સાથે રેગ્યુલર ક્લાસિસ શરૂ કરાયા છે ધર બેઠે સુંદર વ્યવસ્થા સાથે ક્લાસિસ શરૂ થતાં ખુબ ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે સમગ્ર આયોજન વ્યવસ્થા હિરેન સાહેબ મોતા અને પારસભાઈ બોડા સંભાળી રહ્યા છે સાથે આચાર્ય મયુરભાઈ રાવલ છાયાબેન ગોર રમેશ મોતા નો સહયોગ રહ્યો હતો

[wptube id="1252022"]
Back to top button