Halol:સાથરોટા ગામે બાઈક અને પીકપ ડાલા વચ્ચે સર્જાયો અકસ્માત,બાઈક ચાલકનું નિપજ્યું મોત

રીપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨.૧૦.૨૦૨૩
હાલોલ તાલુકાના સાથરોટા ગામે બાઈક અને પીકપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને પૂરતી સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું જ્યારે પિકપ ડાલા ચાલક અકસ્માત સર્જી પીકપ ડાલા ગાડીને સ્થળ પર મૂકી ભાગી છુટયો હતો.બનાવને લઇ હાલોલ ગ્રામ્ય પોલીસે અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના વરસડા ગામે રહેતા પ્રમોદભાઈ નરવતસિહ સોલંકી ઉ. વ.૨૨ નાઓ આજે વહેલી સવારે ઘર તરફ જતો હતો દરમ્યાન હાલોલ તાલુકાના સાથરોટા ગામે મેન રોડ પર પાણી ટાંકી પાસે સામેથી આવતા પીકપ ડાલા નાં ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી હંકારી પ્રમોદની બાઈકને અડફેટમાં લેતા બાઈક ચાલક પ્રમોદ રોડ પર પટકાયો હતો.જેને લઇ તેને માથાના ભાગે તેમજ મોઢાના ભાગે તેમજ શરીર પર ઇજાઓ પામી હતી બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થતા હતા જ્યારે પીકપ ડાલા નો ચાલક અક્સ્માત સર્જી ઘટના સ્થળે થી ભાગી છુટ્યો હતો.લોકટોળા પૈકી એકે 108 એમબ્યુંલન્સને ફોન કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત પ્રમોદ ને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.બનાવમાં ભોગ બનનાર પ્રમોદ ને પૂરતી સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે પ્રમોદ નાં પિતાને જાણ કરતા તેઓ ઘટના સ્થળે તેમજ હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પરિવાર અને સગા સંંબધીઓ દોડી આવ્યા હતા.બનાવ અંગે ની જાણ પોલીસ ને થતા તેઓ ઘટના સ્થળે તેમજ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી અક્સ્માત મોત નો ગુનો નોંધી મૃતક નું રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી તેના પરિવારને સોંપ્યો હતો.બાવીસ વર્ષ નાં યુવાનનું અક્સ્માત માં મોત નિપજતા વરસડા ગામે શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.











