
ભાજપની ત્રણ રાજ્યોમાં જીતનો નર્મદા જિલ્લામાં જશ્ન : ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી કરી ઉજવણી
રાજપીપલા : જુનેદ ખત્રી
ચાર રાજ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા નર્મદા ભાજપમાં ઉજવણીનો માહોલ છવાઇ ગયો હતો.
સફેદ ટાવર ચોક ખાતે મહામંત્રી નીલ રાવ સાથે,પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો અને સંગઠનના હોદેદારોએ ઉમટી પડી ફટાકડા ફોડવા સાથે વિજ્યોત્સવ મનાવ્યો હતો. મીઠાઈથી એકમેકનું મોઢું મીઠું કરાયું હતું મહા મંત્રી નીલ રાવ એ આ ભવ્ય જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અધ્યક્ષ જે.પી.નડ્ડાની આગેવાનીમાં અથાગ પ્રયત્નો અને જનજનના કરેલા વિકાસને આભારી હોવાનું ગણાવ્યું હતું.
આ વિજયને 2024 ની લોકસભાની સેમિફાઇનલ ગણાવી સ્પષ્ટ બહુમતી બદલ જનતાએ આપેલા જનાદેશને વધાવી ફરી 2024 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર રચવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.તથા જિલ્લા માંથી ગયેલ કાર્યકરો નો આભાર માન્યો હતો.