
વિજાપુર ઉત્તરાયણ પર્વ નિમિત્તે શ્વાન માટે અંબિકા સોસાયટી યુવક મંડળ દ્વારા લાડુ બનાવવા માં આવ્યો
200 કિલો લાડુ શ્વાન ને ખવડાવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં આવેલ અંબિકા સોસાયટીના યુવક મંડળ દ્વારા 200 કિલો ગોળ ના લાડુ બનાવી ને વિવિધ વિસ્તારોમાં સોસાયટીના શ્વાન ને જઈ ખવડાવ્યા હતા જેમાં જીવદયા પ્રેમીઓ એ પણ સાથ અને સહકાર આપ્યો હતો રાત્રીના સમયે સોસાયટીના તમામ યુવકો હાજર રહીને કામગીરી કરી હતી જેમાં ભરડા નો લોટ 100 કિલો ગોળ તેલના ડબ્બા ઓ લાવી ને જેમાંથી 200 કિલો જેટલા લાડુ તૈયાર કરી રખડતા શ્વાન ને લાડુ ખવડાવી જીવદયા નું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતુ જેમાં યુવકોએ તન મન ધન થી સહયોગ આપ્યો હતો
[wptube id="1252022"]