
આસીફ શેખ લુણાવાડા
લુણાવાડાની બ્રાન્ચ શાળા નં 5મા બાળ સંસદની ચુટણી ઈ-ઈવીએમ દ્વારા યોજાઈ.

બાળકોમા ચુટણી અંગેની જાગ્રુતિ કેળવાય અને સાચી સમજ મેળવે તે હેતુથી લોકશાહી ઢબે યોજાતી ચુટણી પ્રક્રિયા પ્રમાણે જાહેરનામું પ્રસિદ્ધ કરી ફોર્મ ભરી ચુટણી સ્ટાફ અને પોલીસ સ્ટાફ સાથે ઈ-ઈવીએમ દ્વારા એલ. આર. અને . જી.એસ. ની ચુટણી આયોજનબદ્ધ રીતે યોજવામાં આવી. બાળકોએ અનેરા ઉત્સાહ સાથે મતદાન કરવાનો અને મનગમતા ઉમેદવાર ને ચુટવાનો આનંદ માણ્યો. શાળાના આચાર્ય હારીશભાઈ શેખનો પ્રેરણાથી- શિક્ષકો ખલીલભાઈ, હિતેશભાઈ, .બીપીનભાઈ, અમ્રૃતાબેન,રમેશભાઈ, રીયાઝભાઈ અને આસિફભાઈએ આયોજન કર્યું હતું.
આ ચુટણી ના જી. એસ.ના વિજેતા પટેલ ઉમર જાબીર ધો. 8 બ અને રશીદ સયાન સઈદ ધો. 7 બ તેમજ એલ. આર. ના વિજેતા ચૌહાણ મહેજબીન મુરતુજા ધો. 8 બ અને શારમા મેહબૂબખાન પઠાણ ધો. 6 અ વિજેતા થયા હતા.આ તમામ બાળકોને શાળા ના આચાર્ય તથા સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.









