BANASKANTHAGUJARATLAKHANI

લાખણીના લાલપુર ગામે બાબા રામદેવપીરનો લોક મેળો ભરાયો .

વાત્સલ્યમ્ સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

લાખણી તાલુકાના લાલપુર ગામે દર વર્ષ ભાદરવી નવના દિવસે રામદેવપીરનો ગામ લોકો દ્વારા રામદેવપીરના મેળામાં ધર્મ પ્રેમી લોકો દ્વારા રામદેવપીર મંદિરમાં નેજા ચઢાવવામાં આવે છે. પરંપરાગત મુજબ આ વર્ષે ભાદરવા સુદ આઠના ભજન સત્સંગ કરી રાત્રે જાગરણ કરવામાં આવ્યું અને ભાદરવા સુદ નોમના દિવસે શુભ મુહૂર્તે નેજા ચડાવવામાં આવ્યા. આ મેળામાં આજુબાજુની ધર્મ પ્રેમી જનતા દર્શન લાભ લેવા સેકડોની સંખ્યામાં નેજા લઈને આવે છે અને તેમાં નેજા ચડાવીને તેમની બાધા પૂરી કરે છે. આયોજકો તરફથી પાણી, લાઈટ, સુરક્ષાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મેળામાં શાંતિ જળવાઈ રહે તે માટે થરાદ પોલીસ સ્ટાફ ખડે પગે રહીને અનિચ્છનીય બનાવના બને તે માટે પોલીસ સ્ટાફ ખડે પડે રહીને સુરક્ષા પુરી પાડી હતી.

[wptube id="1252022"]
Back to top button