
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સ્વ-સ્વરુપ સંપ્રદાય ડાંગ દ્વારા આહવા સ્વરાજ આશ્રમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.આ શિબિરમાં 170 જેટલી રક્ત બોટલનું સંકલન કરવામાં આવ્યુ હતુ.અનંત વિભુષિત જગદગુરુ રામનંદાચાયઁ સ્વામી નરેન્દ્રાચાયઁજી મહારાજ દક્ષિણાપીઠ નાણિજધામનાં સ્વ-સ્વરુપ સંપ્રદાય ડાંગ દ્વારા આહવા સ્વરાજ આશ્રમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ શિબિરમાં 170 જેટલી રક્ત બોટલ એકત્ર કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે સ્વ-સ્વરુપ સંપ્રદાય દ્વારા 5 રાજ્યોમાં શિબિરનુ આયોજન કરવામાં આવેલ છે.જેમા 70,000 થી વધુ રક્તકુપિકાની નોંધ હમણા સુધી થઇ ચૂકી છે.ડાંગમાં 170 જેટલી રક્ત બોટલનું સંકલન કરવામાં આવ્યુ હતુ.જે આજ સુધીની સૌથી વધુ રક્તદાન છે.આ કાર્યક્રમનું સફળ અને સુચારુ આયોજન શુકનભાઈ ચૌધરી,સિતારામભાઈ ગાવિત,મુરલીધર બાગુલ,લલીત પટેલ,હેમંતભાઇ બાગુલ તથા બ્લડ એન્ડ નિડનાં પ્રમુખ સંજયભાઇ માળી દ્વારા કરવામાં આવ્યુ હતુ..





