
તા.૬/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રૂ. ૬૧૦ લાખના કામો પ્રગતિ હેઠળ: રૂ. ૨૮૦૦ લાખના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ: રૂ. ૨૧૫૦ લાખના કામોની સરકારમાં દરખાસ્ત
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૫૫૬૦ લાખના રોડ રસ્તાના વિકાસ કામો કરાશે. જે પૈકી રૂ. ૬૧૦ લાખના કામો પ્રગતિ હેઠળ છે જયારે રૂ. ૨૮૦૦ લાખના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ અને રૂ. ૨૧૫૦ લાખના કામોની દરખાસ્ત સરકારમાં કરાઈ છે. તેમ આ ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું છે.
ધોરાજી તાલુકામાં રૂ.૬૧૦ લાખના કામો પ્રગતિ હેઠળ છે. જેમાં રૂ.૪૦ લાખના ખર્ચે સુપેડી-નાનીવાડી-ખાખીજાળીયા કોલકી બ્રીજનું કામ, રૂ. ૧૫૦ લાખના ખર્ચે ધોરાજી-ઉપલેટા રોડનું કામ, રૂ.૪૨૦ લાખના ખર્ચે ધોરાજી-જુનાગઢ રોડ અને ધોરાજી ઓલ્ડ એન.એચ.રોડનું કામ પ્રગતિ હેઠળ છે.

ધોરાજી તાલુકામાં રૂ. ૨૮૦૦ લાખના રોડ રસ્તાના કામો કરવાની દરખાસ્ત થઇ છે જેમાં રૂ.૨૬૦૦ લાખના ખર્ચે ધોરાજી- ભોળા- છાડવાવદર-ભોલાગામડા-ચીખલીયા- હાથફોડી રોડનું કામ, રૂ.૧૬૦ લાખના ખર્ચે સુપેડી-નાનીવાવડી-ખાખીજાળીયા કોલકી પુલનું કામ અને રૂ. ૪૦ લાખના ખર્ચે સુપેડી-નાનીવાવડી-ખાખીજાળીયા કોલકી સ્લેબનું કામ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.
ધોરાજી તાલુકામાં રૂ.૨૧૫૦ લાખના ખર્ચે રોડ રસ્તાના કામો કરવાની દરખાસ્ત કરાઈ છે જેમાં રૂ.૬૩૦ લાખના ખર્ચે ધોરાજી ઓલ્ડ એન.એચ. રીસરફેસિંગનું કામ, રૂ. ૭૫૦ લાખના ખર્ચે ધોરાજી-જુનાગઢ રીસરફેસિંગનું કામ, રૂ. ૨૩૦ લાખના ખર્ચે સુપેડી-નાનીવાવડી-ખાખીજાળીયા કોલકી રોડ ખાતે સેવંત્રા ગામે સી.સી. રોડનું અને હયાત સ્લેબ ડ્રેઈનની જગ્યાએ માઈનોર બ્રીજ બનાવવાની કામગીરી, રૂ.૨૪૦ લાખના ખર્ચે ધોરાજી પાટણવાવ રોડ, રૂ. ૩૦૦ લાખના ખર્ચે ધોરાજી- ફરેણી રોડનું કામ સરકારશ્રીમાં દરખાસ્ત કરાઈ છે.








