
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે મકરસંક્રાંતિ બાદ ત્રીજા દિવસે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા…..
પ્રાપ્ત વિગતો અનુસાર ચાલુ વર્ષે મકરસંક્રાંતિનો પર્વ શનિવારે હોય જેથી ડાંગ જિલ્લાનાં બોટનીકલ ગાર્ડન વઘઇ સહીત ગિરિમથક સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા માટે પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.ગિરિમથક સાપુતારા ખાતેનાં જોવાલાયક સ્થળોએ શનિ રવિ અને સોમવારે પણ ભરચક પ્રવાસીઓની ભીડ જામતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે મકરસંક્રાંતિ બાદ ત્રીજા દિવસે મહારાષ્ટ્રમાંથી યંગ સ્ટર્સ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા ઠેરઠેર મેળાવડો જામ્યો હોય તેવા દ્રશ્યો પ્રતીત થયા હતા.ગિરિમથક સાપુતારાનાં ટેબલપોઈંટ,સનસેટ પોઈંટ,સ્ટેપ ગાર્ડન, રોઝ ગાર્ડન,બોટીંગ,રોપવે, પેરાગ્લાયડીંગ,સ્વાગત સર્કલ,સહીત વિવિધ એડવેન્ચર સ્થળોએ મરાઠી સહીત ગુજરાતી પ્રવાસીઓની ભીડ જામતા નાના મોટા ધંધાર્થીઓનાં બખા થઈ જવા પામ્યા હતા.સાપુતારા ખાતે કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા આવેલ પ્રવાસીઓએ બોટ સવારી,ઘોડે સવારી,ઊંટ સવારી,બાઈસીકલ સવારી,રોપવે,પેરાગ્લાયડીંગ સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી…





