
એસટી બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ૫૦ હજારના મુદ્દામાલ સાથે એલસીબી નર્મદા ઝડપી લીધા
રાજપીપલા : જુનેદ ખત્રી
દારૂની હેરાફેરી માટે બૂટલેગરો અવનવી તરીબો આજમાવતા હોય છે હાલમાં નર્મદા જિલ્લા એલસીબીએ એસટી બસમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ બુટલેગરોને મુદ્દા માલ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
નર્મદા જિલ્લા એલસીબી ટીમ નાકાબંધી માં હતા ત્યારે ગુજરાત રાજ્યની ચોપડા-અંકલેશ્વર-ભરૂચ બસમાં ત્રણેક ઇસમો વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલ હોય અને આ સરકારી એસ.ટી.બસ ડેડીયાપાડા તરફ આવી રહેલ હોવાની ચોક્ક્સ બાતમી આધારે ડેડીયાપાડાના કંકાલા બસ સ્ટેન્ડ નજીક પ્રોહી નાકાબંધી દરમ્યાન બાતમીવાળી સરકારી એસ.ટી.બસ ચોપડા-અંકલેશ્વર-ભરૂચ આવતા તેને રોકી એસ.ટી.બસમાં ચેકીંગ કરતાં વિદેશી દારૂની બોટલ તથા બીયર બોટલ નંગ-૧૧૮ કિ.રૂ. ૩૯,૮૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૦,૫૦૦/- મળી કુલ કિ.રૂ. ૫૦,૩૦૦/-મા મુદ્દમાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ત્રણેવ આરોપીઓને પ્રોહીબીશનના કામે હસ્તગત કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે