MAHISAGARSANTRAMPUR

કડાણા તાલુકાના ઢીંગલવાડા નાની સિંચાઈ યોજના કેનાલમાં ગામડા પડ્યા

રિપોર્ટર
અમિન કોઠારી
મહિસાગર

 

કડાણા તાલુકાના ઢીનગલવાડા નાનીસિંચાઈ યોજના કેનાલ નિયમિત શરૂ થાય તે પહેલા ગાબડાં પડ્યાં……

 

 

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઢીગનલવાડા ગામે ખેડૂતોને પોતાના ખેતરમાં સિંચાઈના પાણી મળી રહે હેતુ સાથે શરૂ કરાયેલ કાંકરિયા તળાવ માંથી નાની સિંચાય યોજના કેંનાલ મરાફતે ખેડૂતોને પાણી આપવા મા આવતું હતું.

 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જૂની કેનાલ હતી એ વખેત ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતું કેનાલ રીપેરીંગ કર્યા પછી કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરી લેવલ વગરનું કામ ,હલકી ગુણવત્તા વાળું કામ કરયા બાદ હાલમાં ખેડૂતોને પાણી મળતું નથી કેનાલ નો બીપ બનાવ્યા પછી પાણી છોડતામાં જ ગાબડું પડ્યું આ બાબતે અવારનવાર ફરિયાદ ઉભી થઇ હોવા છતાં સિંચાઈ વિભાગ દ્વારા યોગ્ય ધ્યાન અપાયું નથી, હજી કેનાલ નિયમિત રીતે શરૂ થઇ નથી…???

 

ત્યાજ કેનાલની દીવાલ ના અસ્તર કામમાં ગાબડા પાડવાની શરૂઆત થતા ખેડૂત લાભાર્થીઓમાં રોષની લાગણી ઉભી થઇ છે. આવા ગાબડા મોટા થાય પહેલા તાકીદે એને રિપેર કરવામાં આવે તેવી લોક માગ ઉભી થઇ છે.

કામમાં યોગ્ય પ્રમાણમાં ગુણવતા નહિ જાળવવામાં આવતા હવે ગાબડાના રૂપમાં બહાર જોવા મળે છે. હાલમાં કેનાલમાં પાણી વેડફાઈરહ્યું બંધ કરાયું નથી અને કેનાલમાં કેટલાક ઠેકાણે ગાબડાં પડતાં તે ભાગ ધોવાઇ ગયેલ છે.

 

 


સાથે કેનાલના અસ્તર કામમાં પણ ગોબાચારી આચરવામાં આવી હોય આવું અસ્તર કામ ઘણે ઠેકાણે તુટવા માંડ્યું છે. હાલમાં પણ ગુણસદા અને અન્ય વિસ્તારમાંથી પસાર થતી કેનાલની કેટલીક જગ્યા પૂરાણ ધોવાઇ ગયું છે કે અસ્તર કામ ઉખડી ને પડ્યું છે.

 

 

આમ ટુકા ગાળામાં કેનાલ ના કામમાં થયેલ ગોબાચારી દેખાવા માંડી છે એમ કહેવાય તો ખોટું નથી.સત્વરે રિપેરીંગ નહી થાય તો મોટું નુકશાન થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

[wptube id="1252022"]
Back to top button