
રાજપરાના યુવાનને આમલેથા પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદન
શંકાના આધારે બે મહિલાઓ સહિત કુલ ૧૧ જણને આમલેથા પોલીસ મથકે લઇ જઇ પોલીસે એક યુવાનને જતિવિષયક શબ્દો બોલી માર મરાયો હોવાના આક્ષેપ
રાજપીપળા: જુનેદ ખત્રી
મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકાના રાજપરા ગામે ઢોર ચરાવવા તેમજ ખેતરના બોરને નુકશાન કરવા બાબતે કેટલાક ઈસમોએ આમલેથા પોલીસ મથક માં અરજી કરી હતી આ અરજીની તપાસ માટે આમલેથા પોલીસ મથકના પીએસઆઇ તેમજ તેમની ટીમ દ્વારા રાજપરા ગામેથી બે મહિલાઓ સહિત ૧૧ જેટલા આદિવાસી સમાજના લોકોને અટકાયત કરી હતી. ત્યારબાદ બંને પક્ષ સામ સામે સમાધાન કરતા તમામને છોડી મૂકવામાં આવ્યા હતા
૫.૧૦.૨૩ ના રોજ પોલીસ દ્વારા અટક કરેલા આદિવાસી સમાજના લોકોમાંથી એક યુવાનને પોલીસે માર માર્યો હોવાની વાત સામે આવતા સમાજમાં રોષ જોવા મળ્યો હતો યુવાનને સારવાર માટે રાજપીપળા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યારબાદ આજે ૬.૧૦.૨૩ ના રોજ રાજપરા ગામના લોકો આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા ની સાથે નર્મદા પોલીસ અધિક્ષકની કચેરી રાજપીપલા ખાતે આવેદનપત્ર આપવા આવ્યા હતા
ભોગ બનનાર ભાવેશભાઈ તડવીએ જણાવ્યું હતું કે આમલેથા પોલીસ ના પી.એસ.આઇ અને અન્ય એક પોલીસ કર્મી દ્વારા તેઓને જાતિ વિષયક શબ્દો બોલીને દંડા વડે માર મારવામાં આવ્યો હતો ઉપરાંત તેઓને અને અન્ય ૧૦ ઇસમોને કોઈપણ વાંક ગુના વગર ખોટી રીતે અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને દંડા રે માર મારતા ઈજાઓ પહોંચાડી છે ઉપરાંત મહિલા પોલીસ સાથે ન હોય બે મહિલાઓની પણ ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે ત્યારે આમલેથા પોલીસ મથકના પી.એસ.આઇ ડી . આર.રાઠોડ તેમજ પોલીસ કર્મી લક્ષ્મણ ભાઈ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે
** ડો. પ્રફુલ વસાવાના ગંભીર આક્ષેપ
આમલેથા પોલીસ મથકના પીએસઆઈ આદિવાસીઓ સાથે ગેરવરતણૂક કરતા હોવાનો આક્ષેપ કરતા આદિવાસી આગેવાન ડો. પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે આવો ચોથો કિસ્સો છે અગાઉ પણ આવા કિસ્સા બનેલ છે જો પીએસઆઇ વિરૂદ્ધ કાર્યવાહી નહી કરાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી
બોક્ષ:
આમલેથા પોલીસ મથકના પીએસઆઈ સાથે ટેલીફોનીક વાત કરતા તેઓએ આ આક્ષેપોને ખોટા છે તેમ જણાવ્યું હતું