૧૬ સપ્ટેમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
જેતપુર તાલુકા આઇસીડીએસ વિભાગ દ્વારા પોષણ માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં જેતપુર ઘટકના તમામ આંગણવાડી કાર્યકર બહેનો અને કિશોરીઓ દ્દ્વારા એક પોષણ રેલીનું આયોજન થયેલ તે ઉપરાંત કિશોરીઓ નું હિમોગ્લોબિન પરીક્ષણ અને રંગોળી સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં કિશોરીઓને પ્રમાણપત્ર તથા ઇનામ વિતરણ કરવામાં આવેલ ન્યુટ્રિશિયન ઇન્ટરનેશનલ દ્વારા કિશોરીઓને એનિમિયા મુકત થીમ માટેના ટીશર્ટ કેપ વિતરણ કરવામાં આવેલ તેમજ અધિકારી દ્વારા બહેનોને પોષણ સંબંધી માહિતી આપેલ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા એનિમિયા આઈ. એફ. એ ગોળીનું મહત્વ વિશે તેમજ અન્ય વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ જેમાં રાજકોટ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી પીજી કીયાડા તથા જિલ્લા પંચાયત સદસ્ય સુભાષભાઈ બાંભરોલીયા તથા જેતપુર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી નીતાબેન ગુંદાળિયા તેમજ બિંદિયાબેન મકવાણા તથા જેતપુર મામલતદાર શ્રી ગીનીયા સાહેબ.સીડીપીઓ શ્રી પાયલબેન ઓઝા બ્લોક હેલ્થ ઓફિસર શ્રી ડો .સાપરિયા સાહેબ તથા અન્ય પદાધિકારી તથા કર્મચારીઑ બહોળી સંખ્યામાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો