DAHOD

દાહોદ રૂરલ પો.સ્ટે.વિસ્તારમા મુવાલીયા ગામે તથા રોઝમ ગામેથી માઉઝર પિસ્ટલ સાથે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ બે ઈસમોને ઝડપીયા

તા.20.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ રૂરલ પો.સ્ટે.વિસ્તારમા મુવાલીયા ગામે તથા રોઝમ ગામેથી માઉઝર (પિસ્ટલ) નંગ-૨ તથા દેશી તમંચા નંગ-૨ તેમજ જીવતા કાર્ટીસ કુલ-૬ મળી ‘‘ કુલ-૦૪ (ચાર)’

મે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સીધી સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ દાહોદ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જગદીશ બાંગરવા સાહેબ દાહોદ નાઓએ જિલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા સારુ તેમજ મધ્યપ્રદેશ બોર્ડર તેમજ રાજસ્થાન બોર્ડર ઉપરથી પ્રવેશતા છુપા માર્ગો ઉપરથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા તેમજ હથિયારના કેસો શોધી કાઢવા સારુ એલ.સી.બી.ની જુદી-જુદી ટીમો બનાવી જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.

જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમો અગાઉ ગેરકાયદેસર હથિયારના ગુનામા ઝડપાયેલ આરોપીઓ ઉપર વોચ ગોઠવી તેઓની ગતિવિધી ઉપર માહિતી મેળવવા માટે સતત કાર્યરત હતી.

દરમ્યાન એલ.સી.બી.પો.ઇન્સ. એમ.કે.ખાંટ નાઓની સુચના મુજબ આજરોજ એલ.સી.બી. પો.સ.ઇ. આર.બી.ઝાલા તથા એલ.સી.બી.ની ટીમો જિલ્લામા કાર્યરત હતી દરમ્યાન એલ.સી.બી., પો.ઇન્સ. એમ.કે.ખાંટ નાઓને મળેલ બાતમી હકિકત આધારે એલ.સી.બી. ટીમના માણસોએ વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી મુવાલીયા તથા રોઝમ ગામેથી બે ઇસમને દેશીહાથ બનાવટની માઉઝર (પિસ્ટલ)નંગ-૨ તથા દેશી હાથ બનાવટના તમંચા નંગ-૨ તેમજ જીવતા કાર્ટીસ નંગ-૬ સાથે બે આરોપીઓને ઝડપી પાડી હથીયાર કબ્જે કરી તેઓની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન હથિયાર ધારા હેઠળ ગુનો નોધવા મા આવ્યું છે .પકડાયેલ આરોપી ઑ મા (૧) અરવિંદભાઇ સોમજીભાઇ ભાભોર ઉવ.૧૯ ધંધો.મજુરી રહે.મુવાલીયા સરપંચ ફળીયું તા.જી.દાહોદ૨) મંગાભાઇ વિરાભાઇ સંગાડા ઉવ.૫૬ ધંધો.મજુરી રહે. રોઝમ ગામે ઉબડકુઇ ફળીયા તા.જી.દાહોદ ના ઓપાસેથી દેશી હાથ બનાવટની માઉઝર (પીસ્ટલ) નંગ-૦૨ કિ.રૂ.૩૦,૦૦૦/-દેશી હાથ બનાવટના તમંચા નંગ-૨ કિ.રૂ.૪,૦૦૦/-જીવતા કારટીસ નંગ-૬ કિ.રૂ.૩૦૦/-મળીતમામની કુલ કિ.રૂ.૩૪,૩૦૦/- નો મુદ્દામાલ.કબ્જે કર્યું છે.આમ, છેલ્લા એક અઠવાડીયામા દાહોદ જીલ્લામાંથી કુલ-૫ (પાંચ) ગેરકાયેસર હથિયારો શોધી કાઢવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.

[wptube id="1252022"]
Back to top button