NANDODNARMADA

નર્મદા : ભરણ પોષણના કેસમાં સમાધાન નહિ કરતા અદાવત રાખી પત્ની ઉપર જીવલેણ હુમલો કરનાર પતિને પાંચ વર્ષની કેદ

નર્મદા : ભરણ પોષણના કેસમાં સમાધાન નહિ કરતા અદાવત રાખી પત્ની ઉપર જીવલેણ હુમલો કરનાર પતિને પાંચ વર્ષની કેદ

રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના તરોપા ગામની મહિલાએ ભરણ પોષણના કેસમાં સમાધાન નહિ કરતા અદાવત રાખી તેના પતિએ તેણી ઉપર જીવલેણ હુમલો કરનાર પતિને કોર્ટે પાંચ વર્ષની કેદ અને છ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે

પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે આ કામના આ કામના ઈજા પામનાર ફરીયાદી અને આરોપી પતી પત્ની થયા હોય અને આ કામનો આરોપી ભીમરાવ બુધાજી ગોયકર ફરીયાદી બેનને શારીરીક તથા માનસીક ત્રાસ આપતો હોય, જેથી ફરીયાદી છેલ્લા બે વર્ષથી તેમના પિયરમાં રાણીપુર ગામે રહેતા હોય અને ફરીયાદી બેને છેલ્લા દોઢેક વર્ષ પહેલા આ કામના આરોપી વિરુધ્ધમાં સાગબારા કોર્ટમાં કેસ દાવો દાખલ કરેલ હોય જેથી આરોપીએ ફરીયાદી બેનને ભરણ પોષણનો કેસ બાબતે સમાધાન માટે દબાણ કરતો હોય પરંતુ ફરીયાદી બેને સમાધાન કરેલ ન હોય જેની અદાવત રાખી આ કામની ફરીયાદી બેન તા.૨૨/૦૭/૨૦૨૧ ના રોજ મોજે રાણીપુર ગામે પોતાની માં ગીરજાબેનના ઘર આગળ આ.સી.સી. રોડ ઉપર કપડા ધોતી હતી તે વખતે આ કામનો આરોપી ફરીયાદી બેનની પાછળથી આવી ફરીયાદીને મારી નાખવાના ઈરાદે તેમની ઉપર મરચાની ભુકી નાખી તેની પાસેના કોયતા વડે ફરીયાદીના ગરદનના ભાગે તથા માથાના જમણી બાજુએ તથા જમણા હાથના કોણીના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી આરોપીએ ફરીયાદી બેનનું ખુન કરવાની કોશિષ કરી હતી જે સંદર્ભે કેસ મે.નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબ શ્રી એન.આર.જોશી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ વંદનાબેન આઈ. ભટ્ટ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જડજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ ૪૯૮(ક), ૩૨૮, ૩૦૭ મુજબના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૫ વર્ષ કેદની સજા અને રૂ. ૬૦૦૦/– નો દંડની સજાનો હુકમ કર્યો છે.

[wptube id="1252022"]
Back to top button