BHUJKUTCH

જતવાંઢ (ઝુરા) પ્રાથમિક શાળામાં ૭૭ માં સ્વાતંત્ર્ય-દિન ની ભવ્યાતિભય ઉજવણી કરાઈ

18-ઓગષ્ટ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- જતવાંઢ (ઝુરા) અહીંની પ્રાથમિક શાળા ના પટાંગણમાં ૭૭ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ ની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી રાણાજી જાડેજા દ્વારા પધારેલ ગ્રામજનો અને મહેમાનો નો શાબ્દિક સ્વાગત કરીને પ્રાસંગિક ઉદબોધન આપી સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી નો મહત્વ સમજાવવામાં આવ્યું.આ તકે વાલીઓ તેમજ અગ્રણી ઓ શાળાના વિકાસ માટે શિક્ષકો ને મદદરૂપ થાય એવી ટહેલ કરવામાં આવેલ. ત્યાર બાદ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભુજ તાલુકા પંચાયત શાસકપક્ષના નેતા મામદરહીમભાઈ જતના હસ્તે ધ્વજારોહણ કરી દેશની આન-બાન-શાન સમાન તિરંગા ને ઉપસ્થિત તમામ લોકો દ્વારા સલામી આપીને દેશના વીર સપૂતો એવા શહીદોની કુરબાની ને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામા આવેલ.આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમમાં દેશભક્તિ ગીત. નાટક. વક્તવ્ય તેમજ પિરામિડ રજૂ કરવામાં આવેલ. આ તકે ઉપસ્થિત ગ્રામજનો બાળકોની રજૂઆત ને જોઈ ભાવવિભોર થઈ ને બાળકોને પ્રોત્સાહિત કરેલ. કાર્યક્રમના અધ્યક્ષ એવા ભુજ તાલુકા પંચાયત ના શાસકપક્ષ ના નેતા ભાઈ મામદરહીમ જત તેમજ એસ.એમ.સી.અદયક્ષ અબ્દુલ્લભાઈ જત અને ઉપસરપંચ ઓસમાણભાઈ તેમજ જાકબભાઇ દ્વારા પ્રાસંગિક પ્રવચનમા શાળા અને ગામના વિકાસ માટે હર-હમેશ સહયોગી થવાની ખાતરી આપવામાં આવેલ. આ તકે વિશિષ્ટ સિધ્ધિઓ હાંસલ કરનાર બાળકો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર બાળકો ને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન -પત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ. આ પ્રસંગે એસ.એમ‌.સી. ના સભ્યો હુસેનભાઇ, ,ફકીરમામદભાઈ, અબ્દુલ્લાભાઈ ,જાકબભાઈ, હાજીઈસ્માઈલ ,ઉંમરભાઇ,આરબભાઈ,જુમાભાઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવવા સહયોગ આપેલ. આપ્રસંગે ભુજ તાલુકા પંચાયતના શાસકપક્ષ નેતા મામદ રહીમભાઈ ના પરિવાર તરફથી તમામ બાળકોને અલ્પાઆહાર આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી રાણાજી જાડેજા ના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ અબેદાબાઈ અને નાસીર જત દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની આભાર વિધિ શાળાના મદદનીશ શિક્ષિક મોહસીનભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ ને સફળ બનાવવા એસ.એમ.સી.સભ્યો સાથે શાળાના શિક્ષકોમા પ્રતિભાશાળી શિક્ષિકા સોનલબા જાડેજા ્ઉમાબેન પટેલ, શ્રુતિબેન નાયકા, મયંકભાઈ દુદાણી તેમજ દિપીકાબેન પટેલે જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button