BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

૨૫ કે તેથી વધુ કર્મચારી ધરાવતી ખાનગી કે જાહેર સંસ્થાએ માર્ચ -૨૦૨૪ અંતિત રોજગારલક્ષી ત્રિમાસિક પત્રકો મોકલી આપવા

જાહેર (સરકારી) કચેરી કે સંસ્થા તેમજ ૨૫ કે તેથી વધુ કર્મચારી ધરાવતા ખાનગી એકમો કે સંસ્થાને સી.એન.વી. એકટ ૧૯૫૯ અન્વયે ત્રિમાસીક-છમાસીક રોજગારલક્ષી રીટર્ન પત્રકો ત્રિમાસીક સમય પુર્ણ થયા બાદ ૩૦ દિવસની સમય મર્યાદામાં જીલ્લા રોજગાર કચેરીને મોકલી આપવા ફરજીયાત છે. તેમજ એકમ કે સંસ્થાએ કોઈપણ નવી ભરતી કે નિમણુંક કરવાના ૧૫ દિવસ પહેલા રોજગાર કચેરીને ખાલી જગ્યાની જાણ કરવી પણ ફરજીયાત કરવાની હોય છે. જે અંતર્ગત માર્ચ – ૨૦૨૪ અંતીત રોજગારીના સ્ત્રી- પુરુષ, અધિકારી-કર્મચારીની સંખ્યા દર્શાવતુ ત્રિમાસીક ઈ.આર. ૧ પત્રક મોકલવાની છેલ્લી તારીખ ૩૦/૦૪/૨૦૨૪ છે.

છોટાઉદેપુર શહેર-તાલુકા-જીલ્લામાં આવેલા જાહેરક્ષેત્રમાં એક કે તેથી વધુ કર્મચારી ધરાવતા તમામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કચેરીઓ તેમજ કેન્દ્ર કે રાજય સરકાર હસ્તકના બોર્ડ, નિગમ, કંપનીઓ, બેંક તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત,જીલ્લા પંચાયતનો સમાવેશ થાય છે, તેમજ ખાનગીક્ષેત્ર (સેવા,ઉત્પાદન અને વેપાર) ક્ષેત્રનાં એકમો-સંસ્થામા ૨૫ કે તેથી વધુ કર્મચારી ધરાવતા કારખાના, ઓફીસ, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઓફીસ, હોટેલ, ગેસ્ટ હાઉસ પેટ્રોલપંપો, મોલ, શો રૂમ, બેંક, એન.જી.ઓ., ટ્રસ્ટ નો સમાવેશ થાય છે. ૨૫ કે તેથી વધુ સંખ્યા ધરાવતા ખાનગી એકમો કે સંસ્થાએ સી. એન. વી. એકટની જોગવાઈનું પાલન કરવું ફરજીયાત છે, જયારે ૨૫ થી ઓછા કર્મચારી માટે મરજીયાત છે. સી. એન. વી. એકટની જોગવાઈઓનો ભંગ કરવો એ ગુન્હો છે. સી. એન. વી. એકટની જોગવાઈ મુજબ ત્રિમાસીક, છમાસીક રીટર્ન પત્રક સમયસર મોકલી આપવા તેમજ તમામ પ્રકારની ભરતી પુર્વેની ખાલી જગ્યાની જાણ સમયસર રોજગાર કચેરીને કરવા તેમજ કાયદાની જોગવાની સમજ માટે જીલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરનો સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button