ABADASAKUTCH

નલિયા કોર્ટમાં ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને રજુ કરવામાં આવ્યો.નલિયા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

૨૬-એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

અબડાસા કચ્છ :- કચ્છમાંથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણ સંદર્ભે મંગળવારે કચ્છની નલિયા કોર્ટમાં ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને રજુ કરવામાં આવ્યો હતો. જયાં કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બિશ્નોઈને જયારે નલિયા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો ત્યારે નલિયા ન્યાય સંકુલને પોલીસે સીલ કરી દીધું હતો. નલિયાની ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જજ એ.એમ.શુકલા સમક્ષ બિશ્નોઈને ગુજરાત એટીએસ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. સવારથી નલિયા કોર્ટમાં લાવેલા લોરેન્સને સાંજે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શુક્લએ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈને કચ્છમાંથી ઝડપાયેલા કરોડો ડ્રગ્સ પ્રકરણમાં લોરેન્સ બિશ્નોઈને 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પ્રસિદ્ધ ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા સહીત NDPS એક્ટ મુજબ તથા અન્ય ગંભીર ગુન્હાઓને અંજામ આપવા માટે લોરેન્સ બિશ્નોઈની ગેંગ કુખ્યાત છે. ઉપરાંત પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ અને નાઇજીરિયન મહિલા સાથે કનેક્શન અંગે ATS ગુજરાત દ્વારા રિમાન્ડ દરમિયાન પુછપરછ થઈ શકે તેમ એડવોકેટ એચ.કે. સોલંકીએ મિડિયા સમક્ષ કહ્યું હતું.

સ્ટોરી :- રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

[wptube id="1252022"]
Back to top button