DAHODGUJARAT

ભારતીય વિજ્ઞાન સંમેલન 2023 નું આયોજન કરવામા આવ્યું

તા.૨૬.૧૨.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

ભારતીય વિજ્ઞાન સંમેલન 2023 નું આયોજન કરવામા આવ્યું

વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ વિજ્ઞાન ગુર્જરી દ્વારા ભારતીય વિજ્ઞાન સંમેલન 2023 સાયન્સ સીટી અમદાવાદ ખાતે 21 થી 24 ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું જેના ઉદ્ઘાટક તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો જેમાં વિજ્ઞાન ભારતીય ના અરવિંદ રાનડે ,પ્રવીણજી રામદાસ તેમજ વિજ્ઞાન ગુર્જરીના અધ્યક્ષ પ્રો ચેતન્ય જોશી અને જીગ્નેશભાઈ બોરીસાગર તેમજ શ્રીપ્રસાદજી ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું જેમાં ઇન્ડિયન સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ, સાયન્સ કલ્ચર પ્રોગ્રામ, ઇનોવેશન શો સાયન્સ એક્ઝિબિશન, ઈન્ટ્રેક્ટિવ સેશન વિથ સાયન્ટિસ્ટ, સાયન્સ બુક ફેર,સાયન્સ મેજિક શો જેવા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું આયોજન સમિતિના સભ્ય તેમજ જિલ્લા કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા દ્વારા જણાવવામાં આવે છે કે આ સંમેલનમાં પંદરસોથી વધુ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા જેમાં ઈસરોના ચેરમેન શ્રી એસ સોમનાથ સરનું લેક્ચર તેમજ પ્રશ્નોત્તરી સેશન રાખવામાં આવ્યું હતું સમાપન સમારોહ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી ની ઉપસ્થિતિ રાખવામાં આવ્યો હતો જેમાં વિજ્ઞાન ગુર્જરીના આયોજન સમિતિના સભ્યોને કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા દ્વારા સાલ અને સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર ભારત દેશમાંથી કોર્ડીનેટર, સભ્યોશ્રી અને વિજ્ઞાનમાં રુચિ ધરાવતા લોકો ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દાહોદ જિલ્લામાંથી વિજ્ઞાન ગુર્જરીના સભ્ય શ્રી પંકજભાઈ દરજી રાજેશભાઈ જાદવ હેતલબેન કિશોરી ઈશાકભાઈ શેખ ઉપરાંત દાહોદ પંચમહાલ અને મહિસાગર જિલ્લામાંથી 150 શિક્ષક મિત્રો તેમજ બે હજારથી વધુ વિદ્યાર્થી આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button