JAMNAGARJAMNAGAR CITY/ TALUKO
એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ માં વિપશ્યના સમિતિ જામનગર દ્વારા વિપશ્યના બાલ આનાપાન દયાન શિબિર યોજાઈ

કલ્યાણ મિત્ર સત્યનારાયણ ગોએન્કાજી નાં સાનિધ્યમાં ચાલતી વિપશ્યના સમિતિ જામનગર દ્વારા ધોરણ 5 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની બહેનો માટે એક સરસ મજાની વિપશ્યના બાલ આનાપાન શિબિર નું સુંદર આયોજન એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ માં કરવામાં આવ્યું હતું.આ શિબિર નો મુખ્ય આશય એ હતો કે શિબિર માં જોડાનાર બાળકો ને તેના દૃષ્ટિકોણ ,વ્યવહાર,અને મનીવૃતિમાં સકારાત્મક ફેરફારો જોવા મળે છે.અને આ શિબિર માં 8 થી 16 વર્ષ ની ઉંમર નાં બાળકો ભાગ લઈ શકે છે.આ શિબિર થી બાળકોની યાદ શક્તિ અને સારા પરિણામ લાવવામાં પણ ફાયદો થાય છે.સમગ્ર શિબિર નું સંચાલન વિપશ્યના સમિતિ જામનગર માંથી પધારેલ રસિકભાઈ દવે અને પી.એમ.દવે સર દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું.અને તમામ વિદ્યાર્થીઓને ગોએંકાજી નાં ઓડિયો ક્લિપ અને વિડિયો ક્લિપ દ્વારા આનાપાન ધ્યાન કરાવ્યું હતું.અને સાથે જ આ ધ્યાન રોજ સવારે 10 મિનિટ અને સાંજે 10 મિનિટ કરવાથી જીવન માં થતાં ફેરફાર ની સમજુતી આપી હતી.અને શાળા ના આચાર્ય શ્રી જીજ્ઞેશભાઈ ચાંગાણી શિક્ષકશ્રી જીજ્ઞેશભાઈ વિપશ્યના સમિતિ જામનગર નાં ભાઈઓ ને આવકારી પ્રાસંગિક ઉદ્બોધન માં વિદ્યાર્થીઓ ને જીવન માં ધ્યાન નું કેટલું મહત્વ છે તેની સમજુતી આપી હતી. અને દાણીધારિયા દ્વારા વિપશ્યના સમિતિ જામનગર ની ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


[wptube id="1252022"]