
પ્રદેશ અધ્યક્ષ સી .આર. પાટિલના હસ્તે નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” નું ઉદઘાટન
લોકસભાની દરેક બેઠક પાંચ લાખથી વધુ લીડથી જીતવા સંકલ્પ કર્યો છે અને છોટાઉદેપુર પાસે વિશેષ અપેક્ષા પણ છે. અંહી કેટલાક લોકો કુદકા મારે છે તેને શાંત પાડવાના છે : સી.આર.પાટીલ
જુનેદ ખત્રી : રાજપીપલા
આજે નર્મદા જિલ્લાનુ નવ નિર્મિત શ્રી કમલમ કાર્યાલય નુ ઉદ્ધાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામા આવ્યું. આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુરના ઉમેદવાર જશુભાઇ રાઠવા તેમજ ભરૂચના સાંસદ અને ઉમેદવાર મનુસુખભાઇ વસાવાએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ કાર્યકર્તાઓને માર્ગદર્શન રૂપ સંબોધન કરતા જણાવ્યું કે, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી અને ભાજપના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશના તમામ જિલ્લામા કાર્યાલય બનાવવા સંકલ્પ કર્યો હતો તે સંકલ્પને સાકાર આપણે કરી રહ્યા છે જેમા ગુજરાતમા દરેક જિલ્લામા કાર્યાલય બની રહ્યા છે અને ટુંક સમયમા જિલ્લાના કાર્યાલયનુ નિર્માણ પુર્ણ થઇ જશે. ભારતીય જનતા પાર્ટીનુ ઉચ્ચ નેતૃત્વ કાર્યકર્તાને ટીકિટ આપી તેને મોટા કરતા હોય છે અને જશુભાઇને છોટાઉદેપુરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે.
નર્મદા જિલ્લાના કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા….
ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો ચાલુ છે પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના કાર્યકારી અધ્યક્ષ ઈમ્તિયાઝ કાદરી સહિત તેમના પુત્રી શહેનુર પઠાણ જે રાજપીપલા પાલિકા વિરોધપક્ષના નેતા છે તેઓએ આજે સી.આર. પાટિલના હસ્તે કેસરિયા કર્યા હતા ઉપરાંત નર્મદા જિલ્લામાંથી ઘણા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા