VADODARAVADODARA CITY / TALUKO
વડોદરામાં નશામાં ધૂત નિવૃત્ત ડેપ્યુટી કલેકટરે રોંગ સાઈડ કાર દોડાવી અકસ્માત સર્જ્યો

વડોદરા,
માંજલપુર સન સીટી સર્કલ પાસે ગત મોડી રાત્રે દારૂના નશામાં અકસ્માત કરનાર નિવૃત ડે. કલેકટરની સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી તેમની કાર કબજે લીધી છે.
રવિવારે મોડી રાત્રે માંજલપુર સન સીટી સર્કલ પાસે રોંગ સાઈડ કાર લઈને આવતા એક શખ્સ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હોવાનો મેસેજ માંજલપુર પોલીસને મળ્યો હતો જેથી માંજલપુર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી સ્થળ પર જઈને જોયું તો અકસ્માત કરનાર ગાડીના ચાલક દારૂના નશામાં હોવાનું જણાય આવ્યું હતું જેથી પોલીસે કારચાલક નવીનભાઈ ભીખાભાઈ ભટ્ટ રહેવાસી ચંદ્રલોક સોસાયટી માંજલપુરની સામે ગુનો દાખલ કર્યો છે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નવીનભાઈ ભટ્ટ ગત જાન્યુઆરી મહિનામાં છોટાઉદેપુર ખાતેથી ડેપ્યુટી કલેક્ટર તરીકે નિવૃત્ત થયા છે ડેપ્યુટી કલેક્ટર એ દારૂનો નશો ક્યાં કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]