GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર નગરમાં મસ્તીખોર આખલાએ કેટલાયે વ્યક્તિઓને ફેંકીને બીજાઓ પહોંચાડતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા

સંતરામપુર નગરમાં રખડતા આખલાઓ હડકાયા થયા હોવાની લોક ચર્ચાઓ

સંતરામપુર નગરમાં ગત સાંજના સમયે મસ્તીખોર આખલાએ એક વ્યક્તિને ફેંકી ઈજાઓ પહોંચાડતા દવાખાને ખસેડાયો.

અમીન કોઠારી :- મહીસાગર તા. ૨૧

 

 

સંતરામપુર નગરમાં આવેલ અવતાર હોસ્પિટલ ની સામેની ગલીમાં રહેતાં (અસરફભાઈ કોઠારી) નામના એક વ્યક્તિ પોતાના ધરેથી બગડી ગયેલ મોબાઈલ રિપેર કરાવવા માટે નીકળેલ હતા. તે દરમિયાન પ્રિયંકાબેન શાહ ના ઘર પાસે રોડ પરથી પસાર થઈ રહેલા મસ્તી ખોર આખલાએ અશરફભાઈ કોઠારી નામનાં વ્યક્તિ ને પછાડીને માથું મારતા આ વ્યક્તિ રોડ પર પછડાયા હતા. તે દરમિયાન માથામાં અને હાથના ભાગે ઈજાઓ પામતા સ્થાનિક લોકોએ બચાવ કરી આ વ્યક્તિને સંતરામપુર માં આવેલ ખાનગી હોસ્પિટલ હકીમ સાહેબ ના દવાખાને સારવાર માટે ખસેડેલ હતા.

 

સંતરામપુર નગરમાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જોવા મળે છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, નામદાર ગુજરાત હાઈકોર્ટ ને ગુજરાત સરકાર ને રખડતાં ઢોરો સંબધી તેને પકડી પાડવાની જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન ને પરિપત્રો નું પણ સંતરામપુર નગર પાલિકા દ્વારા પાલન નહીં કરીને ઉલ્લંધન કરવામાં આવી રહેલ હોવાનું જોવા જાણવા મળે છે.

 

 

અત્રે ઉલ્લેખનીય એ છે કે, સંતરામપુર નગર પાલિકા પાસે નગરમાં રખડતાં ઢોરો ને પકડી ને ઢોરવાડા માં પુરાવા માટે ની કોઈ જ વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. જે આ વ્યવસ્થા ઊભી કરવામાં સંતરામપુર નગર પાલિકા વરસો થી નિસ્ફળ નીવડેલી હોવાનું લોકમુખે જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

જેથી આ બાબતે સંતરામપુર નગર પાલિકા તથા જિલ્લા નું વહિવટી તંત્ર તેમજ નગર પાલિકા પ્રાદેશિક કમિશ્નર ની કચેરી દ્વારા સંતરામપુર નગરમાં રખડતાં ઢોરો ના પ્રશ્નને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સરકારે જાહેર કરેલ ગાઈડ લાઈન ને પરિપત્રો નું સંતરામપુર નગર પાલિકા વિસ્તાર માં સખ્તાઈથી પાલન કરાવવા સક્રિયતા દાખવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી રહી છે.

આ મસ્તી ખોર આખલાઓ ને રખડતાં ઢોરો કોઈ વ્યક્તિ ને નુકસાન ન પોહંચાડે તેના ભાગરૂપે પકડી પાડી પાંજરાપોળ માં મુકવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button