
રાજપીપળામાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન હેઠળ જાગૃતિ રેલી યોજી પતંગ દોરાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયું
ઉતરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વનવિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયા
જુનેદ ખત્રી : રાજપીપલા
ઉતરાયણ નો તહેવાર આવી રહ્યો છે ત્યારે રાજપીપળામાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન હેઠળ જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે અને સાંજે પક્ષીઓને ઘરે જવાના સમયે પતંગ નહીં ઉડાડવા લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો ઉપરાંત ચાઈનીઝ દોરી નો ઉપયોગ નહીં કરવા પણ જણાવવામાં આવ્યું હતું. ઉતરાયણ ના દિવસે કોઈ પક્ષી ઘાયલ જણાય તો તેની સારવાર માટે હેલ્પલાઇન નંબર સાથેની પત્રિકા વન વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવી છે
રાજપીપલા વન વિભાગ ની ટીમ દ્વારા રાજપીપલા પતંગ બજારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચાઈનીઝ દોરી અને તુક્કલોનું વેચાણ કરતા વેપારીઓ સામે ચેકિંગ હાથ ધરાયું હતું પરંતુ વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ કોઈ વેપારી પાસેથી ચાઈનીઝ દોરો મળી આવ્યો નથી ત્યારે ચાઈનીઝ દોરા નો ઉપયોગ નહિ કરવા વન વિભાગના અધિકારી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ઉપરાંત જો ચાઈનીઝ દોરાનો વેચાણ કે ઉપયોગ કરતા ઝડપ પાસે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું