GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામના જનતા કોલોની વિસ્તાર ના ભાઈ પ્રતાપ કોલોની માં ગટર ના પાણી રસોડા સુધી આવી ગયાં છતાં નગર પાલિકા ના અધિકારીઓ ઘોર નિંદ્રામા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટર  :- રમેશ મહેશ્વરી- ગાંધીધામ કચ્છ.

રિપોર્ટ  :- રાજેન્દ્રભાઈ ઠક્કર.- ગાંધીધામ કચ્છ

 

ગાંધીધામ તા-08 એપ્રિલ : ગાંધીધામ જનતા કોલોની વિસ્તાર ના ભાઈ પ્રતાપ કોલોની માં ગટર ના પાણી લોકોના ઘરના રસોડા સુધી આવી ગયાં છતાં નગરસેવકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામા આવી નથી પ્રતાપ કોલોની માં ગટર ના પાણી રસોડા સુધી આવી ગયાં છતાં નગર પાલિકા ના અધિકારીઓ નું પેટનું પાણી પણ હલતું નથી.

વોર્ડ ઓફિસ માં લેખિત ફરિયાદ નોધાવવા છતાંય રીપેરીંગ કામ માટેનુ કોઈ પરિણામ આવ્યુ નહી

ગાંધીધામ નગર પાલિકા વિકાસ કરવામાં હમેશાં નિષ્ફળ રહી છે, કરોડોની ગ્રાંટ આવવાં છતાં પણ તિજોરી ખાલી ને ખાલી રહી છે, કે કેમ જેથી ગાંધીધામ ની જનતા ના કોઈ કામ કરવા મા આવતા નથી. રાજેન્દ્ર ઠક્કર એ જણાવ્યુ હતુ કે પ્લોટ 635, વોર્ડ 11-બી, ના ભાઈપ્રતાપ સોસાયટી ના રહેવાસી શ્રી રાજેન્દ્ર ઠક્કર દ્વારાં ગટર ની સમસ્યા ને લઈને તારીખ 10.03.2024 ના રોજ ભારતનગર વોર્ડ ખાતે ફરિયાદ લખાવી હતી જેનો ફરિયાદ નંબર. 6005,આપેલ સાથે બીજી પણ ફરિયાદ તારીખ 06.04.2024 ના રોજ ફરિયાદ નંબર 6448 કરવામાં આવી હતી,તો પણ આજ દિન સુધી કોઈ સોલ્યુસન આવેલ નથી માત્ર ગટરમાં લાકડાની દંડી હલાવીને કામ થઈ ગયું તેમ કહી ને અરજી નો નિકાલ થઈ ગયો તેવો રિપોર્ટ નગર પાલિકાની વોર્ડ ઓફિસ માં કરી દેવામાં આવે છે, રાજેન્દ્ર ઠક્કર દ્વારા જણાવ્યું હતું કે નગર પાલિકા દ્વારાં અમારી પાસે થી દરેક પ્રકારના વેરાઓ વસૂલવામાં આવે છે તો સુવિધા આપવામાં કેમ રસ ઓછો રાખે છે. જો સુવિધા આપવામાં નિષ્ફળ રહે છે તેમ માની ને ભવિષ્યમાં નગર પાલિકાના સતાધારીઓ સામે કોર્ટ માં ફરિયાદ કરવામાં આવશે તેવુ રાજેન્દ્ર ઠક્કરે ખુલ્લા શબ્દો માં જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button