NANDODNARMADA

રાજપીપળા પાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલની વરણી

રાજપીપળા પાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલની વરણી

 

રાજપીપળા પાલિકામાં પ્રથમવાર ચૂંટણી જીતી સભ્ય બનેલા ધર્મિષ્ઠાબેન ને પ્રમુખ અને યુવા સભ્ય ગિરિરાજ ખેરને ઉપપ્રમુખની જવાબદારી સોંપાઈ

 

રાજપીપળા: જુનેદ ખત્રી

 

રાજપીપળા નગરપાલિકાના સભાખંડ ખાતે આજે પ્રમુખ અપ પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીના અધ્યક્ષતામાં યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા, પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થતા રાજપીપલા નગરપાલિકા ના વિપક્ષના અને અપક્ષના સભ્યોએ સભા ખંડ માંથી વોક આઉટ કર્યો હતો ચૂંટણીમાં ત્રણ અપક્ષ સભ્યો ગેરહાજર રહ્યા હતા, ત્યારબાદ ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકાના અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલ,અને ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ મહેન્દ્રસિંહ ખેરના નામ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો નવા પ્રમુખ અપ પ્રમુખને ફૂલહાર પેહરાવી સ્વાગત કરાયું હતું

રાજપીપલા નગરપાલિકાના નવા પ્રમુખ ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજપીપળા નગરપાલિકામાં પ્રમુખ તરીકે મારી પસંદગી કરવામાં આવી છે તો આગામી સમયમાં હું રાજપીપળાના વિકાસના કામો આગળ ધપાવિશ અને રખડતા પશુઓ અને ટ્રાફિક સહિતની  સમસ્યાઓ નું નિરાકરણ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો

 

@બોક્ષ મેટર

રાજપીપળા નગરપાલિકાના સભાખંડમાંથી વિપક્ષ અને અપક્ષના સભ્યો દ્વારા વોક આઉટ કરવામાં આવ્યો હતો તેઓએ આક્ષેપ કર્યો હતો કે પાલિકામાં ચાલુ વર્ષે પ્રમુખ પદ માટે એસસી મહિલા સીટ રોસ્ટરમાં હતી પરંતુ શાસક પક્ષ પાસે યોગ્ય ઉમેદવાર ન હોવાથી તેઓએ રોસ્ટરમાં સીટ બદલાવી હોવાનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button