
તા.૦૭.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ માં મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત ત્રણ રાઉન્ડમાં આપવામાં આવશે રસી બાળકો તેમજ સગર્ભા બહેનોને રસીકરણનો લાભ લેવા આરોગ્ય વિભાગની અપીલ
દાહોદના મુખ્ય જિલ્લા
આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કુલ 419 સેશન પોઇન્ટ જેવા કે સીએચસી, પીએચસી, આરોગ્ય કેન્દ્ર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ હાઈરીસ્ક એરિયામાં ઝીરો થી બે વર્ષ અને બે વર્ષથી પાંચ વર્ષના બાળકને તેમજ સગર્ભા બહેનોને જે લોકોએ કોઇપણ પ્રકારની રસી મેળવેલ નથી. તેમજ ડ્રોપ આઉટ છે તેમને ત્રણ રાઉન્ડમાં રસી આપવામાં આવશે આ મિશન અંતર્ગત ઓગસ્ટ મહિનામાં 7 થી 12 તારીખ સુધી સપ્ટેમ્બર મહિનામાં 11 થી 16 તારીખ સુધી ઓક્ટોબર મહિનામાં 9 થી 14 તારીખ આમ ત્રણ રાઉન્ડમાં રસીકરણ નો કાર્યક્રમ દાહોદ જિલ્લામાં થવાનો છે ત્યારે આરોગ્યતંત્ર દ્વારા દાહોદની જનતાને એનો લાભ લેવા નમ્ર વિનંતી છે









