પાટડીના ચિકાસર ગામે વાડામાં લાગેલ આગને કારણે ખેડૂતોના લાકડા સહીતનો સામાન બળીને ભસ્મ થઈ ગયો.
ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી 3 થી 4 કલાકે આગ પર કાબુ મેળવ્યો.

તા.31/05/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી 3 થી 4 કલાકે આગ પર કાબુ મેળવ્યો.
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના ચિકાસર ગામે ચાર સરકારી વાડામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જોકે આ આગની ઘટનામાં સદભાગ્યે જાનહાનિ ટળી હતી જ્યારે ખેડૂતોના લાકડા સહિતનો સામાન સળગી ગયો હતો જ્યારે ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી 3થી 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આકરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગ લાગવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધ્યા છે ત્યારે પાટડી તાલુકાના ચિકાસર ગામે જૂના સર્વે નં-94માં આવેલા ચાર સરકારી વાડામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આ આગની ઘટનામાં ગની અલ્લારખા મલ્લા, પરમાર સોમાભાઈ પમાભાઈ અને કાનજીભાઈ અંબારામભાઇ સહિતના ખેડૂતોના બળતણના લાકડા સહિતના સામાન બળીને ખાખ થઇ ગયો હતો ત્યારે આ આગ જ્યાં લાગી એની બરાબર બાજુમાં જ સર્વે નં-324 નવા પ્લોટમાં આવેલી સોસાયટીમાં અનેક લોકો વસવાટ કરે છે ત્યારે ગામ આગેવાનોની સતર્કતાના કારણે લોકોને દોડધામ કરીને પાણીનો જોરદાર મારો ચલાવીને 3થી 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી આ અંગે ચિકાસર ગામના મહિલા સરપંચ હલીમાબેન હુસેનભાઈએ જણાવ્યું કે અમારા ચિકાસર ગામના સરકારી વાડામાં આગ લાગ્યા બાદ પાટડી નગરપાલિકાના ફાયર ફાઈટરને કોલ કર્યો હતો પણ પાટડી નગરપાલિકાનું ફાયર ફાઈટર બગડેલું હતું સુરેન્દ્રનગરના ફાયર ફાઈટરને ચિકાસર ગામે 70 કિમી આવતા વાર લાગે એમ હોવાથી ગામલોકોએ દોડધામ કરી પાણીનો જોરદાર મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.