DAHODGUJARAT

દેવગઢ બારીયા તાલુકા નજીક આવેલા ગામમાં પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પીડિતા એ 181 અભયમ ની ગાડી ની મદદ લીધી

તા.૨૧.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Devgadhbariya:દેવગઢ બારીયા તાલુકા નજીક આવેલા ગામમાંથી એક પીડિતા એ 181 અભયમ હેલ્પલાઇન માં ફોન કરી ફરીયાદ કરી હતી જેથી સ્થળ પર 181 અભયમ ની ટીમ કાઉન્સિલર તેમજ અભયમ ટીમ સાથે પહોંચતા કાઉન્સેલિંગ કરતા જણાવ્યું હતું કે પીડિતા તેઓના રિલેટિવ ના ત્યાં છેલ્લા 1 અઠવાડિયા થી રહેતા હતા, તેઓ બહાર ગામ રહેતા હતા અને છેલ્લા 1 અઠવાડિયા થી તેઓના પતિ તેઓને બીજા ના ઘરે મોકલી દીધેલ. અને પીડિતા ને તેમના પિયર માં રહેવા કેતા બંને પતિ પત્ની વચ્ચે ઝગડો થતા પીડિતા એ 181 અભયમ ની ગાડી ની મદદ લીધી

ત્યાર બાદ પીડિતા ના પતિ ને સમજાવી ને તેઓ એકબીજા ના વિશે અને એકબીજા ના પરિવાર બાબતે ખોટા શબ્દો ના બોલે અને પોતાની દીકરી છે. તેઓને સાચવે અને તેઓના ભવિષ્ય નું વિચારે નાના – નાના ઝગડા ના કારણે તમે પણ હેરાન થાવ છો. પીડિતા ને અને તેમના પતિ ને જણાવેલ કે તમે એકબીજા સાથે રહો પીડિતા ને પણ ખોટું પગલું ના ભરે તેમ. જણાવેલ જેથી બંને પક્ષ ને સમજાવી અને બાંહેધરી લખાવી સમાધાન કરાવેલ છે

[wptube id="1252022"]
Back to top button