AHAVADANGGUJARAT

Dang: ગિરિમથક સાપુતારા સ્થિત નવનિર્મિત પોલીસ આવાસ ખાતે વાસ્તુ પૂજન સાથે કરાયો ગૃહ પ્રવેશ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગિરિમથક સાપુતારા ખાતે તૈયાર કરાયેલી નવી પોલીસ લાઈનમાં ગૃહ પ્રવેશ પૂર્વે, પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ સપરિવાર વાસ્તુ પૂજન કર્યું હતું.

પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ સત્યનારાયણ કથા અને વાસ્તુ પૂજનના આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓએ સપરિવાર જોડાઈને પૂજા અર્ચના કરી, ગૃહ પ્રવેશ કર્યો હતો. પોલીસ અધિકારીઓ સર્વશ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા અને હેતલ બા, અમિતભાઈ ચૌધરી અને દક્ષાબેન, તથા PSI એન.ઝેડ.ભોયા અને હેમલતાબેન વિગેરે પૂજામાં જોડાયા હતા.

ગૃહ પ્રવેશ કરનાર પોલીસ પરિવારોને એસ.પી. શ્રી યશપાલ જગાણીયા, તથા નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી એસ.જી.પાટીલ, અને જે.એચ.સરવૈયાએ શુભેચ્છા પાઠવી હતી. આ વેળા હોટલ ઓનર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ, સાપુતારાના સરકારી કર્મચારી, અધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ વિગેરે સહભાગી થયા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button