BANASKANTHAPALANPUR
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના બે શિક્ષકોને “આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત શિક્ષક પુરસ્કાર 2023” થી સન્માનિત કરાયા


20 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
- બાલરક્ષક પ્રતિષ્ઠાન, મહારાષ્ટ્ર દ્વારા ” ઈન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફરન્સ અને એવોર્ડ સેરેમની” ભુજ, કચ્છ ખાતે 18 અને 19 ફેબ્રુઆરી 2023 ના રોજ યોજાઈ. ઉપરોક્ત સંસ્થા સમગ્ર ભારતભરમાં શાળા બહારના બાળકો માટે સરકારી સહાય લીધા સિવાય નિ:શુલ્ક શિક્ષણ સેવા આપવાનું ઉમદા કાર્ય કરે છે. જેમાં શ્રી સંજયભાઈ ઠાકર સાહેબ (ડાયટ પ્રાચાર્ય, કચ્છ) પદ્મશ્રી નારાણભાઈ જોષી, રાણી સાહિબા આરતી કુમારી, ડૉ. કાંતિભાઈ ગોર (પ્રથમ કુલપતિ, કચ્છ યુનિવર્સિટી) તેમજ નરેશ વાઘ (રાષ્ટ્રીય સચિવ),મનોજ ચિંચોરે (કાર્યકારી અધ્યક્ષ) બાળરક્ષક પ્રતિષ્ઠાનની ઉપસ્થિતિમાં પટેલ કલ્પેશકુમાર પોપટલાલ, સોજા પ્રાથમિક શાળા, તા : વિજાપુર, જિ : મહેસાણા અને પરમાર રજનીકાંત રોહિતલાલ, મહાદેવપુરા (ડાભલા) પ્રાથમિક શાળા, તા : વિજાપુર, જિ: મહેસાણાને અથાગ મહેનત, શિક્ષણ પ્રત્યેનો પ્રેમ, સમાજ સેવા, નિશ્ચય અને સમર્પિત બહુમુખી પ્રતિભા, દ્રઢતા, વિનમ્રતા, સહજતા, દ્રઢ નિશ્ચય અને ઉદારતાનો સમાજમાં એક અનુકરણીય વ્યક્તિત્વનો દાખલો બેસાડ્યો. તેમના બહુમુખી વ્યક્તિત્વ, સર્જનાત્મકતા અને પ્રતિભાશાળી અભિગમને રેખાંકિત કરીને શિક્ષણ અને તાલીમ ક્ષેત્રે અને સમાજમાં તેમના વિશેષ યોગદાન બદલ તેમને “આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત શિક્ષક પુરસ્કાર” થી સન્માનિત કરવામાંં
- આવ્યા.
- .

[wptube id="1252022"]







